<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલથી શ્રાવણ મહિનાનો પ્રારંભઃ ભકતો કરશે શિવભકિત

જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ, શ્રી નાગેશ્વર મહાદેવ સહિત જુદા-જુદા શિવમંદિરોમાં વિશેષ પુજન-અર્ચનઃ એક મહિના સુધી શિવ મંદિરોમાં ભાવિકોની ભીડ જામશે

રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ, શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેર પાસે શ્રી જડેશ્વર મહાદેવ, જસદણ પાસે શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સહિત શિવાલયોમાં એક મહિના સુધી વિશેષ કાર્યક્રમો યોજાશે.

શ્રી સોમનાથ મહાદેવ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ વિશ્વ પ્રસિધ્‍ધ ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે ૧૩ ઓગષ્‍ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહયો છે.

સોમનાથ ટ્રસ્‍ટના સચિવ તથા જનરલ મેનેજર આ અંગે તડામાર તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. અને વ્‍યવસ્‍થાઓ માટે વધારાનો સ્‍ટાફ મેળવાઇ રહયો છે. અને આ અંગે વ્‍યવસ્‍થાઓ શરૂ કરી દેવાઇ છે. પવિત્ર શ્રાવણ માસના દરેક સોમવારે સોમનાથ દાદાનું મંદિર વહેલી સવારે ૪ વાગ્‍યે ખૂલશે અને જે સતત ખૂલ્લુ રહેશે અને રાત્રે ૧૦ વાગ્‍યે બંધ થશે. પવિત્ર શ્રાવણમાસમાં પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્‍ટ તરફથી સોમનાથ મહાદેવના શિખરે ધજા ચઢાવાશે અને શ્રાવણના દર સોમવારે મંદિર પ્રદક્ષિણા ફરતી શિવ પાલખીયાત્રા ચારેય સોમવાર યોજવામાં આવશે

(10:47 AM IST)