News of Wednesday, 12th August 2026
તળાજાના યુવાને જાહેર રોડ પર એસ.ટી સ્ટોપે રાત્રે ગળેફાંસો ખાધો
રાત્રે ૧૨ વાગ્યા સુધી જ્યાં બેઠા હતા ત્યાંજ આવીને જીવન ટૂંકાવી ત્રણ સંતાનોને નોંધારા બનાવ્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨: તળાજાના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘરની સામે જ જાહેર રોડ ઉપર એસટી સ્ટોપ માટે બનાવેલા સ્ટેન્ડના લોખંડના સળિયાઓ ને માધ્યમ બનાવી ગળે ફાંસો ખાય જિંદગીનો અંત લાવી દીધોહતો. આ ઘટના વહેલી સવારે નજરે આવી હતી.
તળાજાના ગોપનાથ રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર સોસાયટી ખાતે રહેતા અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ત્રણ સંતાનના પિતા મુકેશભાઈ એબલભાઈ મકવાણા ઉ.વ.૩૮ એ રાત્રે અહીં આવેલ બસ.સ્ટોપ માટે બનાવાયેલ લોખંડ ના સ્ટેન્ડ પર આવી દોરડા વડે ગળેફાંસો ખાઈલીધો હતો.
વિગત મુજબ ગતરાત્રિના બાર વાગ્યા સુધી મુકેશભાઈ તેમના મિત્રો સાથે બેઠા હતા અને બાદ તેઓ ઘરે ગયા હતા અહીં એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેઓ દોરડું લઈને પસાર થઈ રહ્યા આવવાના તેમના અંતિમ દ્રશ્યો કેદ થયા છે. રાત્રે પોતાના મિત્રો સાથે બેઠા હોવા છતાંય મિત્રોને ખબર પડવા ના દીધી કે આજની રાત સાથે બેસેલ મિત્રની અંતિમ રાત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ ઘરે તો ગયા હતા પરંતુ એવું તે શું બન્યું કે તેઓએ અહીં આવીને જિંદગીનો અંત લાવી દીધો અને પોતાના ત્રણ સંતાનોને નોંધારા બનાવી દીધા. તળાજા પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરી મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
