<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

પડધરી અને ગોંડલના નવાગામમાં જૂગાર રમતી બે મહિલા સહિત ૧૧ પત્તાપ્રેમી ઝડપાયા

પડધરી પોલીસ અને સુલતાનપુર પોલીસના દરોડા કુલ રૂા. ૪૦ હજારની રોકડ કબ્‍જે કરાઇ

રાજકોટ તા. ૧ર :.. પડધરીના તરઘડી પ્‍લોટ વિસ્‍તારમાં પડધરી પોલીસે અને સુલતાનપુરના નવાગામ ચોરા પાસે સુલતાનપુર પોલીસે દરોડા પાડી જાહેરમાં જૂગાર રમતી બે મહિલા સહિત કુલ ૧૧ પત્તાપ્રેમીને રૂા. ૪૦ હજારની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

પડધરી પોલીસે તરઘડી પ્‍લોટ વિસ્‍તાર શેરીમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) મુકેશ બચુભાઇ સવાસડીયા ઉ.૩૬ ધંધો વેપાર, રહે. તરઘડી પ્‍લોટ વિસ્‍તાર તા. પડધરી જી. રાજકોટ, (ર) કૃણાલ કનૈયાલાલ અગ્રાવત (ઉ.૩ર) ધંધો મજૂરી રહે. તરઘડી પ્‍લોટ વિસ્‍તાર તા. પડધરી, (૩) વનરાજ થોભણભાઇ સોલંકી (ઉ.ર૩) ધંધો મજૂરી રહે. તરઘડી જુનાગામમાં તા. પડધરી જી. રાજકોટ (૪) જયશ્રીબેન દીલીપભાઇ વાઘેલા (ઉ.૪૮) ધંધો ઘરકામ રહે. તરઘડી પ્‍લોટ વિસ્‍તાર, તા. પડધરી જી. રાજકોટ અને (પ) પાયલબેન મનીષભાઇ નિમાવત (ઉ.૩૯) ધંધો ઘરકામ રહે. તરઘડી પ્‍લોટ વિસ્‍તાર, તા. પડધરી રૂા. ૧૬,પ૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડામાં સુલતાનપુર પોલીસે નવાગામ ચોરા પાસે જાહેરમાં જૂગાર રમતા (૧) રાજેશ બટુકભાઇ કંડોલીયા (ઉ.૩પ) ધંધો મજૂરી રહે. નવાગામ ચોરા પાસે તા. ગોંડલ (ર) રમેશ રવજીભાઇ મકવાણા (ઉ.૪૦) ધંધો ડ્રાઇવીંગ રહે. વિરપુર જલારામનગર તા. જેતપુર (૩) મીતેષ સોમાભાઇ મકવાણા (ઉ.૩પ) ધંધો મજૂરી રહે. વિરપુર જલારામ નગર તા. જેતપુર, (૪) લખુ પુંજાભાઇ બાખલખીયા ઉ.પપ ધંધો ડ્રાઇવીંગ રહે. વિરપુર ગાયત્રી મંદિર પાસે તા. જેતપુર (પ) હીમત રવજીભાઇ મોરબીયા (ઉ.૩પ) ધંધો ડ્રાઇવીંગ રહે. વિરપુર જલારામનગર તા. જેતપુર (૬) અશોક નગીનભાઇ ચૌહાણ ઉ.પપ ધંધો વાણંદ કામ રહે. નવાગામ બસ સ્‍ટેન્‍ડ પાસે તા. ગોંડલને કિ. ર૪,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

(11:26 AM IST)