<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

ચોટીલા અને સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી તથા પશુ તસ્‍કરી રોકવા સર્વસમાજ દ્વારા રજૂઆત

ચોટીલા તા.૧૨: પવિત્ર યાત્રાધામ ચોટીલા અને સમગ્ર સુરેન્‍દ્રનગર જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર કતલખાનાઓની પ્રવળત્તિઓ તથા વધતી પશુ તસ્‍કરીને લઈને વિવિધ ધાર્મિક, સામાજિક અને સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા સર્વસમાજના સહયોગથી જિલ્લા અને રાજ્‍યના ઉચ્‍ચ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ગેરકાયદેસર કતલખાનાઓને તાત્‍કાલિક બંધ કરાવવા, પશુ તસ્‍કરી રોકવા તેમજ ધાર્મિક લાગણીઓનું સંરક્ષણ કરવા કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. આ અભિયાનને અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્‍ટ્રવાદી સંસ્‍થાઓનો વ્‍યાપક સમર્થન મળ્‍યો છે. સમાજના આગેવાનોએ જણાવ્‍યું હતું કે ચોટીલા માત્ર ધાર્મિક આસ્‍થાનું કેન્‍દ્ર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્‍ય અને દેશના લાખો શ્રદ્ધાળુઓ માટે પવિત્ર તીર્થસ્‍થાન છે. આવા વિસ્‍તારમાં ગેરકાયદેસર કતલખાનાઓની પ્રવળત્તિઓથી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. રજુઆતમાં જણાવાયું છે કે ગેરકાયદેસર કતલખાનાઓના કારણે માત્ર ધાર્મિક લાગણીઓ જ દુભાઈ રહી નથી, પરંતુ પર્યાવરણ, જાહેર આરોગ્‍ય અને કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પર પણ ગંભીર અસર પડી રહી છે. પશુઓની ગેરકાયદેસર હેરફેર અને કતલની પ્રવળત્તિઓના કારણે અનેક વિસ્‍તારોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

 સર્વસમાજના પ્રતિનિધિઓએ જણાવ્‍યું હતું કે અગાઉ પણ ચોટીલા પોલીસ સ્‍ટેશન, મામલતદાર કચેરી અને અન્‍ય સંબંધિત અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. છતાં સમસ્‍યાનો કાયમી ઉકેલ ન આવતા હવે જિલ્લા અને રાજ્‍ય કક્ષાએ ફરીથી રજૂઆત કરવામાં આવી છે. ગેરકાયદેસર કતલખાનાઓ તાત્‍કાલિક બંધ કરાવવાં ચોટીલા, સુરેન્‍દ્રનગર જિલ્લા તથા સમગ્ર રાજ્‍યમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાનાઓની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી સાથે તેમને તાત્‍કાલિક બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. ચોટીલા નેશનલ હાઇવે અને અન્‍ય મુખ્‍ય માર્ગો પર પશુ તસ્‍કરી અટકાવવા માટે વિશેષ પોલીસ પેટ્રોલિંગ, ચેકપોસ્‍ટ અને સતત ચેકિંગ અભિયાન શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સંબંધિત વિસ્‍તારોમાં પોલીસ અને તંત્રની સંયુક્‍ત ટીમ દ્વારા દરોડા પાડી ગેરકાયદેસર પ્રવળત્તિઓમાં સંડોવાયેલા તત્‍વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો સમયસર યોગ્‍ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ વ્‍યાપક જનઆંદોલનનું આયોજન કરવામાં આવશે.(તસવીરઃ હેમલ શાહ)

(11:33 AM IST)