તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 12th August 2026
મોરબીઃરંગપર બેલામાં પત્નિ સાથે ઝઘડો થતાં વિનોદ લટકી ગયો
પત્નિ જોઇ જતાં નીચે ઉતાર્યોઃ ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૨: મોરબીના રંગપર બેલામાં પીપળી રોડ પર આવેલી એબ્રોડ સિરામીક નામની ફેક્ટરી પાસે રહેતો અને ત્યાં કામ કરતો મુળ મધ્યપ્રદેશનો વિનોદ બ્રીજસિંગ કરમા (ઉ.વ.૨૭) રાતે રૂમમાં ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
વિનોદ બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ છે અને સંતાનમાં બે દિકરી છે. પત્નિના સરિતાના કહેવા મુજબ કારખાનામાં કામ બાબતે બંને વચ્ચે રાતે બોલાચાલી થઇ હતી. આ પછી પોતે રૂમ બહાર ગઇ હતી. થોડીવારમાં અંદર આવી ત્યારે પતિ પંખામાં ટૂવાલ બાંધી લટકતી હાલતમાં મળ્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
