<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

જામનગર મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં જ પાણીનો બેફામ વેડફાટ : ફાયર સેફટીની પાઇપ તૂટી જતા મોટી માત્રામાં પાણી વહી ગયુ

જામનગર::જામનગરમાં એક તરફ અમુક વિસ્તરોમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ ખુદ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં જ પાણીનો બેફામ વેડફાટ જોવા મળ્યો છે. આગ લાગે ત્યારે આગોતરા આયોજન માટે લગાવાયેલ ફાયર સેફટીની પાઇપ તૂટી જતા મોટી માત્રામાં પાણી વહી રહ્યું છે, ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:07 PM IST)