News of Wednesday, 12th August 2026
ધોરાજીમાં વાળંદ સમાજના અગ્રણી જીતુભાઇ રાવરાણીનો પત્નિ સાથે આપઘાત
ઝેરી દવા ગટગટાવી લીધીઃ આપઘાતના કારણ અંગે પોલીસ તપાસ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧ર : ધોરાજીમાં વાળંદ સમાજના અગ્રણી જીતુભાઇ રાવરાણી એ તેના પત્નિ સાથે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા આપઘાત કરતા એરરાટી વ્યાપી છે.
ધોરાજી ના જમનાવાડ રોડ પર રહેતા વાણંદ સમાજના અગ્રણી અને સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા જીતુભાઈ રાવરાણી અને તેમના પત્ની બંને દંપતી એ કોઈ અગમ્ય કારણ સર પોતાના ઘરે ઝેરી દવા પી ને આપઘાત કરી લેતા ધોરાજીમાં ભારે ચર્ચા આપી ગઈ છે. આપઘાત પાછળ નું કારણ અકબંધ રહ્યું છે
ધોરાજી સેન સમાજના વરિષ્ઠ અગ્રણી તરીકે જાણીતા સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા જીતુભાઈ મોહનભાઈ રાવરાણી ઉમર વર્ષ ૬૬ અને પત્ની મધુબેન જીતુભાઈ રાવરાણી ઉંમર વર્ષ ૬૨ એ અગમ્ય કારણ સર ઝેરી દવા પી અને સજોડે આપઘાત કર્યો હતો
મોડી રાત્રે બનાવ બનતા પરિવાર જનો ને જાણ થતા પોલીસ ને જાણ કરાઈ હતી.
બંને મળતદેહ ને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે લઈ જવામાં આવેલ છે. ઉપરોક્ત બનાવ અંગે ધોરાજી પોલીસ એ બંને પતિ-પત્ની ના આપઘાત નું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
