<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

છોટીકાશીમાં આજથી દશામાના વ્રતનો પ્રારંભ, ૨૧મીએ પૂર્ણાહુતિ ભક્‍તોમાં ઉત્‍સાહઃ ૨૨મીએ મૂર્તિવિસર્જન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ  છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગરમાં દશામાના વ્રતને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.  આજે બુધવારે અષાઢ વદ અમાસથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે. દસ દિવસ સુધી ચાલનારા આ વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની મૂર્તિની સ્‍થાપના કરી પૂજા-અર્ચના, જાપ, પાઠ સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. વ્રતને લઈને જામનગર શહેર તેમજ આસપાસના વિસ્‍તારોમાં ધાર્મિક માહોલ જોવા મળશે. દશામાંને લોકદેવી તરીકે પૂજવામાં આવે છે. અનેક લોકો દશામાંને મોમાઈ માતાનું સ્‍વરૂપ માને છે, જ્‍યારે કેટલાક ભક્‍તો તેમને પાર્વતી માતા તથા મહામાયાના સ્‍વરૂપ સાથે જોડે છે. દશામાંના સ્‍વરૂપ અને નામ અંગે વિવિધ લોકમાન્‍યતાઓ પ્રચલિત છે. કેટલાક લોકો દશામાંને દશ મહાવિદ્યાના સ્‍વરૂપ સાથે જોડે છે, જ્‍યારે અન્‍ય માન્‍યતા મુજબ જીવનમાં ચાલી રહેલી ખરાબ દશામાંથી મુક્‍તિ અપાવનાર દેવી તરીકે તેમનું નામ દશામાં પડયું હોવાનું માનવામાં આવે છે. દશામાના વ્રતની તા. ૨૧ ઓગસ્‍ટે પૂર્ણાહુતિ કરવામાં આવશે. દસ દિવસ દરમિયાન ભક્‍તો દ્વારા માતાજીની આરાધના સાથે પરિવારની સુખ-શાંતિ અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે. ત્‍યારબાદ તા. ૨૨ ઓગસ્‍ટે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે

(1:29 PM IST)