<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

આવતીકાલથી આરંભ થશે શિવભક્‍તિનો ઉત્‍સવઃ ‘છોટીકાશી'માં શ્રાવણ માસ પૂર્વે શિવાલયો રોશનીથી ઝળહળ્‍યા

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧રઃ ‘છોટીકાશી' જામનગરમાં શ્રાવણ માસ આરંભ થતા પહેલા શિવાલયોએ રોશનીનો શણગાર ધારણ કર્યો છે. કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મનોહર લાઇટ ડેકોરેશન કરવામાં આવ્‍યું છે. ટાઉનહોલ નજીક ગૌરવ પથ ઉપર આવેલ જામધર્માદા ટ્રસ્‍ટ સંચાલિત પ્રાચીન શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પણ રૌશનીનો શણગાર કરવામાં આવતા તેની સુંદરતા અલૌકિક લાગી રહી છે. આ ઉપરાંત પણ નગરનાં વિવિધ શિવાલયોમાં ડેકોરેશન તથા સમગ્ર શ્રાવણ માસ દરમ્‍યાન વિવિધ વિશેષ દર્શનોનાં આયોજન કરવામાં આવ્‍યા છે. શિવ ભક્‍તોમાં પણ શ્રાવણ માસને લઇને થનગનાટ જોવા મળી રહ્યો છે.(

(1:30 PM IST)