News of Wednesday, 12th August 2026
ખંભાળીયા-તાલુકાનાં શિવાલયોમાં કાલથી ભાવિકો ઉમટશેઃ શ્રાવણમાં ઘી પુજાનું વિશેષ મહત્વ
પાંડવો સમયના શિવમંદિરોમાં ભવ્ય ગાથાઃ સવા લાખ બિલ્વપત્ર-અભિષેક પૂજકનો મહિમા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧રઃ ખંભાળીયા તેના પ્રાચીન શિવ મંદિર તથા વિશેષ પૂજા દર્શન માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે ત્યારે ૧૩/૮ ના શ્રાવણ માસની શરૂઆત થનાર હોય ભાવિકો તજવીજ તૈયારીમાં લાગી ગયા છે.
ખંભાળીયા શહેરમાં વાત કરીએ તો જામટાવર જામનગરના રાજાએ જામનગર પહેલા ખંભાળીયા તથા રામનાથ મહાદેવ ની પુજા દર્શન કર્યા હતા તે રામનાથ મહાદેવ તથા દત નદીના કાંઠે વર્ષો જુનુ રામનાથ મહાદેવ ગામમાં પાલિકા બગીચા પાસે પ્રાચીન પાળેશ્વર મહાદેવ, ગામમાં શરણેશ્વર મહાદેવ અન્ય પ્રાચીન મંદિરો રામનાથ પાસે ભૂતનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, ફલાનંદ હનુમાન પાસે ફલાનંદ મહાદેવ, ભૂવનેશ્વર મહાદેવ વિ. જાણીતા શિવ મંદિરો છે.
ઢગલાબંધ મહાદેવનું સ્થળ મહાદેવ વાડા
ખંભાળીયામાં ઘી નદીના એક વિસ્તારનુંતો નામ જ ‘મહાદેવ વાડો' છે કેમ કે અહીં અત્યંત પ્રાચીન ર૦૦/પ૦૦ થી વધુ વર્ષ જુના પ્રાચીન શીવાલયો આવેલા છે. અહીં વિદ્યાશંકર મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, કૌટેશ્વર મહાદેવ, ભોમેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ તથા હનુમાનજી, શીતલા માતાજી, અન્નપૂર્ણા અને આશાપુરા માતાજીના મંદિરો આવેલા છે. તથા શ્રાવણ માસમાં અહીં અનેક શિવાલયોમાં સવા લાખ બિલ્વ પત્ર અભિષેક પૂજા થાય છે.
ગ્રામ્ય પંથકમાં
પણ પ્રાચીન મંદિરો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્પ પંથકમાં પણ અનેક પ્રાચીન શીવ મંદિરો આવેલા છે. જેમાં વડત્રામાં હજારો વર્ષ જુના ધીંગેશ્વર મહાદેવ, કોટા મુસ્લીમ ગામમાં બજાણા હિન્દુઓના ઇસ્ટદેવ કોટેશ્વર મહાદેવ, બજાવાટમાં કાશી વિશ્વનાથ મહાદેવ, ભરાણામાં ધીંગેશ્વર મહાદેવ, સલાયામાં પヘમિ દિશા ભિમુખ નાગનાથ મહાદેવ, પાળેશ્વર મહાદેવ કે જયાં જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડા પણ પૂજા કરવા આવે છે. ભાતેલમાં ભોળાનાથે સ્ટેશન માસ્ટરનું રૂપ લીધુ હતું તે ભોળેશ્વર મહાદેવ, દાત્રાણામાં દંતેશ્વર મહાદેવ કેશોદમાં ઓમ કારેશ્વર મહાદેવ, ભાણવડ પાસે ઇન્દ્રેશ્વ્ર મહાદેવ તથા ગોપનાથ મહાદેવ કે જેની શ્રીકૃષ્ણએ ખુદ સ્થાપના કરેલી તે તથા તુંગેશ્વર મહાદેવ મોડપર, શકિતનગરના શીરેશ્વર મહાદેવ જાણીતા છે.
શ્રાવણ માસમાં આ તમામ પ્રસિધ્ધ શીવ મંદિરોમાં સવારથી ભાવિકો પૂજા કરવા ઉમટે છે. તથા મોટાભાગના મંદિરોમાં સાંજે ભવ્ય આરતી થાય છે. તથા પ્રત્યેક શ્રાવણ સોમવારે તથા વિશિષ્ટ દિવસોમાં ઘીની પૂજા થાળના કાર્યક્રમો પણ થાય છે
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
