News of Wednesday, 12th August 2026
ઈશ્વરિયા ગામે શાળા પરિવાર દ્વારા 'સિંહ દિવસ'ની ભવ્ય ઉજવણી : વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
સિહોર તાલુકા સિંહ દિવસ સંયોજક મુકેશ પંડિતની વિશેષ ઉપસ્થિતિ : જંગલના રાજા સિંહ અંગે બાળકોમાં જાગૃતિ લાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન

ઈશ્વરિયા: ઈશ્વરિયા ગામે શાળા પરિવારના સંયુક્ત સંકલનથી 'સિંહ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જંગલના રાજા ગણાતા સિંહ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને આ મહત્વપૂર્ણ પ્રાણી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપવાના હેતુથી આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીમાં સિહોર તાલુકા 'સિંહ દિવસ' સંયોજક મુકેશ પંડિત વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન માધ્યમિક શાળાના આચાર્ય ચિંતનભાઈ ત્રિવેદી તથા પ્રાથમિક શાળાના આચાર્ય કિશોરભાઈ ઢેઢીના સંકલન અને માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું.
સિંહ સંરક્ષણ અને તેના મહત્વ અંગે માહિતી આપતા આ આયોજનમાં શાળાના વિદ્યાર્થી બાળકો મોટી સંખ્યામાં હોંશભેર જોડાયા હતા. આ પ્રસંગે સ્થાનિક અગ્રણી વીરશંગભાઈ સોલંકી તથા ત્રિકમભાઈ નાકરાણી પણ ખાસ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
