તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 12th August 2026
અમરેલીના લાઠીની આઈટીઆઈમાં ફી ભરીને એડમિશન મેળવ્યા બાદ શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓ રઝળી પડ્યા
વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે રૂ. ૮૦૦ ભરીને પ્રવેશ મેળવ્યા છતાં સંસ્થામાં શિક્ષકો ઉપલબ્ધ નથી અને કોર્સ બંધ કરી દેવામાં આવ્યો

અમરેલી જિલ્લાના લાઠી ખાતે આવેલી આઈટીઆઈ (ITI) માં ફી ભરીને એડમિશન મેળવ્યા બાદ પણ શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે રૂ. ૮૦૦ ભરીને પ્રવેશ મેળવ્યા છતાં સંસ્થામાં શિક્ષકો ઉપલબ્ધ નથી અને કોર્સ બંધ કરી દેવામાં આવ્યો છે.
આ મામલે આઈટીઆઈના સુપરવાઈઝર વિપુલ ચૌહાણે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ ટકા જેટલી થશે ત્યારે વર્ગ શરૂ કરવા માટે શિક્ષકોની માંગણી કરવામાં આવશે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આઈટીઆઈમાં પ્લમ્બર તેમજ અન્ય વિવિધ કોર્સ માટેની એડમિશન પ્રક્રિયા હાલમાં પણ યથાવત રીતે ચાલુ જ છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
