News of Wednesday, 12th August 2026
ચોટીલા હાઇવે પર LCBની મોટી કાર્યવાહી :ટ્રકમાંથી વિદેશી દારૂની ૧૨,૫૧૬ શીલબંધ બોટલો કબજે:રૂપિયા ૮૦,૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત
રાજસ્થાનના બાડમેર જિલ્લાના ડ્રાઇવર અરવિંદકુમાર પેમારામ ઢાંકા બિશ્નોઈને ઝડપી લેવાયો;કૌભાંડના મુખ્ય સપ્લાયર તરીકે અનિલકુમાર પાંડીયા, શિખર (રાજસ્થાન) હોવાનું ખુલ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર LCBની મોટી કાર્યવાહી હાથ ધરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મઢાદ ગામના પાટીયા પાસેથી પસાર થતા એક શંકાસ્પદ ટ્રકમાંથી પંજાબ માર્કાની વિવિધ બ્રાન્ડની કુલ ૧૨,૫૧૬ શીલબંધ બોટલો કબજે કરવામાં આવી છે.
આ દારૂની અંદાજિત કિંમત રૂપિયા ૫૫.૭૪ લાખ તેમજ ટ્રક, મોબાઈલ અને અન્ય સામાન સહિત કુલ રૂપિયા ૮૦,૮૪,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાડવામાં આવી હોવાનું પણ ખૂલ્યું છે. પોરબંદર અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાનું મોટું કાવતરું રચવામાં આવ્યું હતું, જે અંતર્ગત આ જથ્થો રાજકોટ તરફ જઈ રહ્યો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લાના ડ્રાઇવર અરવિંદકુમાર પેમારામ ઢાંકા બિશ્નોઈને પોલીસે ઘટનાસ્થળેથી ઝડપી લીધો છે. જ્યારે સમગ્ર કૌભાંડના મુખ્ય સપ્લાયર તરીકે અનિલકુમાર પાંડીયા, શિખર (રાજસ્થાન)નું નામ સામે આવ્યું છે.
સ્થાનિક જોરાવરનગર પોલીસને અંધારામાં રાખીને એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલી આ અચાનક કાર્યવાહીથી પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ અને સવાલો પણ ઉભા થયા છે. હાલ આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
