તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
મોરબી નજીકથી કતલખાને ધકેલાતા ૧૫ અબોલ જીવોને ગૌરક્ષકોની ટીમે બચાવ્યા: મહાપાલિકા સામે ગંભીર સવાલો
ડ્રાઈવરની પૂછપરછ કરતા કચ્છથી ભરીને મોરબી ખાટકીવાસમાં કતલ માટે લઇ જવામાં આવતા હોવાની કબુલાત આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ગૌરક્ષક, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાષ્ટ્રીય સનાતન સેસના અને હિંદુ યુવા વાહિની ચોટીલા ગૌ રક્ષક, લીંબડી ગૌરક્ષકોની ટીમે આજે સવારે મોરબી ખાટકીવાસમાં કતલખાને ધકેલાતા ૧૫ ઘેટા ભરેલી ઇકો કાર ઝડપી લઈને બે શખ્શો સહિતનો મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો છે.
ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી જેને પગલે આજે સવારે ટીમ વોચમાં હતી કચ્છથી માળિયા થઈને મોરબી ખાટકીવાસમાં ઇકો ગાડી જીજે ૩૯ સીબી ૪૦૫૬ માં ૧૫ ઘેટા ભરીને લઇ જવાતા હતા ટીમે મોરબીની રવિરાજ ચોકડી પાસે વાહન ઝડપી લીધું હતું અને વાહન રોકાવી ચેક કરતા ક્રુરતાપૂર્વક હલનચલન ના કરી સકે તે રીતે અબોલ જીવોને ભરીને કતલખાને ધકેલવામાં આવી રહ્યા હતા ડ્રાઈવરની પૂછપરછ કરતા કચ્છથી ભરીને મોરબી ખાટકીવાસમાં કતલ માટે લઇ જવામાં આવતા હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસ ટીમને બોલાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.
મોરબીમાં ધમધમતા કતલખાના મામલે ગૌરક્ષકો અને હિંદુ સંગઠનોએ ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં જણાવ્યું છે કે અગાઉ પણ કતલખાના મામલે અનેક રજૂઆત કરી છે રજૂઆત કરતા કોઇપણ કતલ કરવાની પરમીશન આપવામાં આવતી નથી તેવો જવાબ મળે છે પરંતુ અવારનવાર અબોલ જીવો કતલખાને ધકેલાતા પકડાય છે મોરબી ખાટકીવાસમાં કતલખાના કેમ ધમધમી રહ્યા છે અને મહાનગરપાલિકા કેમ કામગીરી કરતી નથી ગેરકાયદે કતલખાના બંધ કરવામાં કેમ નથી આવતા તેવા સવાલો ઉઠાવી ગંભીર આક્ષેપો મહાપાલિકા તંત્ર સામે કરવામાં આવ્યા છે
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
