હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
લંડન ખાતે પ્રથમ વખત ‘સંત સંસદનું' આયોજન
વિશ્વમાં માનવતા, પરસ્પર સદ્ભાવ અને આધ્યાત્મિક મૂલ્યોની ભાવના કેળવાય એ માટે આયોજનઃ ભારતના અનેક સંતોની હાજરી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૩ :.. યુ.કે.ના લંડન ખાતે ચાલી રહેલી ‘સંત સંસદ' માં ભારતના અનેક સંતો - મહંતોની હાજરીમાં વિશ્વમાં શાંતિ, માનવતા અને આધ્યાત્મિક મુલ્યોનો વારસો વધે તે માટે સંતોએ પ્રયાસો કર્યા હતાં.
તા. ૭ થી ૧૪ ઓગષ્ટ દરમિયાન પુ. રાજરાજેશ્વર ગુરૂ અને સંજયગીરી દ્વારા આયોજીત આ સંત સંસદમાં ગઢડાથી ગયેલા સ્વામિનારાયણના સંત એસ. પી. સ્વામીએ જણાવ્યુ હતું કે આ સંત સંસદમાં ઉપસ્થિત રહેવાનું મને સન્માન અને ગૌરવ પ્રાપ્ત થયુ છે તે માત્ર મારૂ નહી પરંતુ ભારતની પ્રાચિન સનાતન ઋષિ સંત પરંપરાનું સન્માન છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
