<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

મઢાદ ગામ પાસે ૫૬ લાખનો દારૂ ભરેલ ટેન્‍કર ઝડપાયુ

સુરેન્‍દ્રનગર LCBની કામગીરી એક શખ્‍સની અટકાયત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૩: સુરેન્‍દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂ ઝડપાયોનો સિલસિલો યથાવત રહેવા પામ્‍યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર ના અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલા મઢાદ ગામના પાટિયા નજીક શંકાસ્‍પદ કન્‍ટેનર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ ની ટીમ દ્વારા ઉભું રાખવામાં આવ્‍યું હતું અને તેની તલાસી લેવામાં આવતા તેની અંદરથી ૧૨,૫૧૬ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

ત્‍યારે ૧૨,૫૧૬ બોટલો જેની કિંમત રૂપિયા ૫૫,૭૪,૩૧૨ ગણી અને ટ્રકની કિંમત ૨૫ લાખ રૂપિયા ગણવામાં આવી હતી અને એક મોબાઇલ ફોન સહિત અન્‍ય મુદ્દામાલ ગણી કુલ ૮૦,૮૪,૩૧૨ જપ્ત કરવામાં આવ્‍યો હતો. એક ઈસમની અટકાયત કરવામાં આવી છે તેનું નામ અરવિંદકુમાર પેમાંરામ બી‘ોઈ હોવાનું સામે આવ્‍યું છે ત્‍યારે તે પોતે જમેશ્વર નગર બાડમેર નો હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્‍યો છે અને આ દારૂ અનિલકુમાર પંડ્‍યા રહે શિખર રાજસ્‍થાન વાળા દ્વારા મોકલવામાં આવ્‍યા હોવાનું પણ સામે આવ્‍યું છે ત્‍યારે આ અંગે પ્રથમ તબક્કામાં ચાર જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

(11:38 AM IST)