<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

શ્રાવણ મહિનાનો શુભારંભઃ સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના શિવાલયોમાં ૐ નમઃ શિવાયના નાદ

એક મહિના સુધી જુદા-જુદા શિવ મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોઃ રૂદ્રાભિષેક, પુજન, અર્ચન, શિવસ્‍તુતી, ધુન- ભજન સહિતના આયોજનો

રાજકોટ, તા.૧૩: સનાતન ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવતા શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થયો છે. ભગવાન શિવની આરાધનાનો આ મહિનો સમગ્ર દેશમાં ભક્‍તિભાવથી ઉજવાશે. મંદિરોમાં સવારથી જ ભક્‍તોની લાંબી કતારો જોવા મળી હતી અને ‘‘ઓમ નમઃ શિવાય'' ના જાપથી વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું.

ધાર્મિક માન્‍યતા અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ મહિના દરમિયાન ભક્‍તો સોમવારનું વ્રત રાખે છે. શિવલિંગ પર જળ, દૂધ અને બિલ્‍વપત્ર ચઢાવવામાં આવે છે. મંત્રો અને શિવ ચાલીસાના પાઠ કરવામાં આવે છે.

આ મહિનામાં કાવડ યાત્રાનું પણ ખાસ મહત્‍વ છે. લાખો કાંવડિયા ગંગાજળ લઈને પગપાળા શિવ મંદિરોમાં જળાભિષેક કરવા જાય છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ ‘‘હર હર મહાદેવ'' અને ‘‘જય ભોલેનાથ'' ના ગગન ભેદી નાદ સાથે આજ થી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયેલ છે.

‘‘જય ભોલેનાથ'' અને ‘‘હર હર મહાદેવ'' ના ગગન ભેદી નાદ સાથે આજ સવાર થી દર્શનાર્થીઓ શિવ મંદિરોમાં ઉમટી પડ્‍યા હતા.

અત્રેના શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, શ્રી કુંતનાથ મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં ભાવિકોની ભીડ વચ્‍ચે ઘંટારવ ગુંજી ઉઠેલ હતો. આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ ભગવાન ભોલેનાથનું પૂજન, જલાભિષેક તથા દર્શન કરી ધન્‍યતા અનુભવેલ હતી.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા જુનાગઢ  શહેરના તમામ શિવ મંદિરોને રોશની તથા મનોરમ્‍ય પુષ્‍પોના શણગારથી સજાવવામાં આવ્‍યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં લઘુરૂદ્ર, રુદ્રાભિષેક, મહામળત્‍યુંજય મંત્ર અને ‘ઓમ નમઃ શિવાય'ના નાદ સાથે ભક્‍તિમય વાતાવરણ ગુંજી ઉઠ્‍યા છે. શિવભક્‍તો મહાદેવની આરાધનામાં લીન બની એક માસ સુધી શિવજીનું પૂજન-અર્ચન કરશે.

શ્રદ્ધાળુઓ શિવલિંગ પર બિલ્‍વપત્ર, આ આમળાની માળા, વિવિધ પુષ્‍પો, દૂધ, જળ, નાળિયેર પાણી, મધ અને વિશિષ્ટ દ્રવ્‍યોનો અભિષેક કરી ભોળાનાથને રીઝવશે. શ્રાવણ માસ દરમિયાન સવારથી જ દર્શનાર્થે આવતા ભાવિકોની લાંબી કતારો જોવા મળશે.

શહેરના પ્રખ્‍યાત શિવાલયો જેવા કે ભવનાથ, ભૂતનાથ, માંગનાથ, બિલનાથ, કાશીવિશ્વનાથ, ઇન્‍દ્રેશ્વર, સિદ્ધેશ્વર અને જટાશંકર સહિતના તમામ શિવ મંદિરોમાં શ્રાવણી સોમવાર નિમિત્તે વિશેષ આયોજનો કરાયા છે. શ્રાવણના દરેક સોમવારે શિવાલયોમાં મહાદેવના વિવિધ સ્‍વરૂપો જેવા કે કેદારનાથ, મહાકાલેશ્વર, સોમનાથ, બરફનું શિવલિંગ બનાવી બાબા અમરનાથની પ્રતિકળતિ તથા અર્ધનારેશ્વર સ્‍વરૂપનો વિશિષ્ટ શણગાર કરવામાં આવશે.

આ ઉપરાંત, બિલ્‍વપત્રનો શણગાર, છપ્‍પન ભોગ અને અન્નકૂટ દર્શન પણ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બનશે. શ્રાવણી સોમવારે રાત્રે ૧૨ વાગ્‍યે શિવ મંદિરોમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રાવણ માસ નિમિત્તે કેટલીક જગ્‍યાએ સંગીત સંધ્‍યા જેવા સાંસ્‍કળતિક અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.

સમગ્ર માસ દરમિયાન ‘હર હર મહાદેવ' અને ‘જય ભોલેનાથ'ના જયઘોષથી મંદિર પરિસરો અને સમગ્ર જૂનાગઢ શહેર ભક્‍તિરસમાં તરબોળ બની ઉઠશે

આટકોટ ભાદર નદી કિનારે બીરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિરે પુજન

આટકોટઃ આજથી પવિત્ર શ્રાવણ માસનું આરંભ થયો છે ત્‍યારે સવારથી જ ભક્‍તજનો મહાદેવના દર્શન કરવા પૂજા અર્ચના કરવા મંદીરમાં પહોંચી ગયા હતા અને દાદા નાં દર્શન પુંજા અર્ચન કરી ધન્‍ય બન્‍યા હતા આટકોટના  ભાદર નદી કિનારે બીરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્‍તજનો ની ભીડ જામી હતી વહેલી સવારથી હરહર મહાદેવના નાદ સાથે પરીષદ ગુંજી ઉઠ્‍યું હતું ભકતો દાદા ની પુંજા અર્ચન કર્યું હતું મંદિરના મહંત વિજયનાથ બાપુએ જણાવ્‍યું હતું કે શ્રાવણ માસમાં મહાપૂજા મહા આરતી દીપમાળા ના દર્શન શણગારના દર્શન ભક્‍તજનોને દર્શનનો લાભ લેવા જણાવ્‍યું હતું નર્મદેશ્વર મહાદેવની પૂજા અર્ચના હરિહરાનંદજી બાપુ તેમજ સ્‍વામિનારાયણના ગોપાળાનંદ સ્‍વામી એ પણ કરી છે પવિત્ર ભાદર નદીના કાંઠે બિરાજમાન આવેલા છે નર્મદેશ્વર મહાદેવ. (તસવીરોઃ કરશન બામટા આટકોટ)

(11:42 AM IST)