<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

શ્રી સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણના પ્રારંભે ભાવિકોની ભીડ

પ્રથમ જયોર્તિલીંગને પીળા પીતાંબર અને રંગબેરંગી ફુલોનો શણગાર : શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ૩૦ દિવસીય ૫૧ કુંડી મહામૃત્‍યુંજય મહાયજ્ઞનો ભવ્‍ય શુભારંભ

 (દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: પવિત્ર શ્રાવણ માસ નિમિત્ત પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમા ‘‘શ્રી સોમનાથ શ્રાવણ મહોત્‍સવ ૨૦૨૬'' ની ભક્‍તિભાવપૂર્વક શરૂઆત થઈ ચૂકી છે. જે અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શિવભક્‍તોના કલ્‍યાણ અર્થે ૩૦ દિવસ સુધી ચાલનારા ૫૧ કુંડી મહામળત્‍યુંજય મહાયજ્ઞના અનુષ્ઠાનનો શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે શુભારંભ કરવામાં આવ્‍યો છે.

આ પવિત્ર મહાયજ્ઞના અનુષ્ઠાનનો પ્રારંભ શ્રી સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી  પી.કે. લહેરી, ટ્રસ્‍ટી જે.ડી. પરમાર, સચિવ યોગેન્‍દ્રભાઈ દેસાઈ, તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્‍તે યજ્ઞનો શુભારંભ કરાવી, સોમનાથ મહાદેવને વિશ્વ કલ્‍યાણ તથા ભક્‍તોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશથી આવતા શિવભક્‍તો પણ આ પવિત્ર યજ્ઞમાં સહભાગી થઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે. યજ્ઞમાં આહુતિ આપવા માટે દૈનિક ૯ સ્‍લોટ રાખવામાં આવ્‍યા છે. આ વ્‍યવસ્‍થાના માધ્‍યમથી દરરોજ હજારો ભક્‍તો સરળતાથી આ મહાયજ્ઞનો લાભ લઈ શકશે અને મહામળત્‍યુંજય મંત્રના જપ સાથે આહુતિ અર્પણ કરી ધન્‍યતાનો અનુભવ કરી શકશે.

સળંગ ૩૦ દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞમાં મહામળત્‍યુંજય મંત્રના નાદથી સમગ્ર સોમનાથ પરિસર શિવમય બની ગયું છે. શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા તમામ શિવભક્‍તોને આ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ તીર્થ પધારીને મહાદેવના દર્શન તથા આ મહાયજ્ઞનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

આજે શ્રાવણના પ્રથમ દિવસે શ્રી સોમનાથ મહાદેવને પીળા પીતાંબર અને રંગબેરંગી ફુલોનો શણગાર  કરાયો છે. અને ભાવિકોની ભીડ ઉમટી છે.

(11:44 AM IST)