<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ટંકારાના હિરાપરમાં પાણીનો ટાંકો તૂટી પડયોઃ સદભાગ્‍યે જાનહાની નથી : જુઓ વિડિયો

 

ટંકારાઃ ટંકારા તાલુકાના હિરાપરમાં આજે સવારે પાણીનો ટાંકો તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્‍ત માહિતી મુજબ હીરાપરમાં આવેલો આ પાણીનો ટાંકો જર્જરીત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્‍યાન ટાંકો વિરૂધ્‍ધ દિશામાં તૂટી પડતા નીચે દુકાન અને મકાનને ભારે નુકશાન થયુ હતું. તેમજ દુકાન અને મકાનમાં રહેલ સામાનને પણ નૂકશાન થયુ છે. સદભાગ્‍યે જાનહાની ટળી હતી. (તસ્‍વીર- અહેવાલઃ જયેશ ભટ્ટાસણા, ટંકારા)(

(12:10 PM IST)