<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

જૂનાગઢ રેન્‍જના ડીઆઇજી શ્રી રાજેન્‍દ્રસિંહ ચુડાસમાના પત્‍નિને હર્ષ સંઘવીના હસ્‍તે એવોર્ડ

રમતગમત ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ઠ પ્રદર્શનઃ શુટીંગમાં ચેમ્‍પીયન બનતા વંદનાબા ચુડાસમાનું સન્‍માન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૩: જૂનાગઢ રેન્‍જના ડીઆઇજી શ્રી રાજેન્‍દ્રસિંહ ચુડાસમાના પત્‍નિ  વંદનાબા ચુડાસમાને રમતગમત ક્ષેત્રે રાજય સરકાર દ્વારા વિશિષ્‍ટ સિધ્‍ધીહાસંલ કરવા બદલ  તેમજ ખેલાડીઓને સરદાર પટેલ અને જયદિપસિંહજી સિનીયર જુનિયર એવોર્ડ આપવા માટે ગાંધીનગર મહાત્‍માગાંધી મંદિર સેમિનાર હોલ-૪ ખાતે એક કાર્યક્રમ યોજાયેલ જેમાં વંદનાબા ને શુંટીંગમાં ચેમ્‍પીયન બનાવવા બદલ રમતગમત ક્ષેત્રે જયદિપસિંહજી સિનીયર એવોર્ડ ગુજરાત રાજયના નાયબ મુખ્‍ય મંત્રી અને ગૃહ રાજય મંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્‍તે અર્પણ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે સ્‍પોટર્સ ઓથોરીટી ગુજરાતના આસી ડાયરેકટર સહિતના ઉપસ્‍થિત રહયા હતા. ઉપરોકત તસ્‍વીરમાં હર્ષભાઇ સંઘવીના  હસ્‍તે એવોર્ડ સ્‍વીકારતા વંદનાબા રાજેન્‍દ્રસિંહ ચુડાસમા નજરે પડે છે

(12:59 PM IST)