હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિવિધ કઠોળ વડે શિવસ્વરૂપ વાઘાનો શણગાર : ડ્રેગન ફ્રૂટનો અન્નકૂટ
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ મહિનાના ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શન,દૈનિક મારુતિ યજ્ઞનો લાભ લેવા આમંત્રણ

રાજકોટ તા.૧૩ : શ્રાવણ મહિનાના પ્રારંભે યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિવિધ કઠોળ વડે શિવસ્વરૂપ વાઘાનો શણગાર કરાયો તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સિંહાસને વિવિધ કઠોળ-ધાન્ય દ્વારા કલાત્મક દિવ્ય શણગાર કરાયો સાથે સંપૂર્ણ શ્રાવણ માસ-દૈનિક મારુતિ યજ્ઞ પ્રારંભ કરાયો હતો.
“આવ્યો પાવન શ્રાવણ માસ, પાયો મેને શ્રી ચરણમે વાસ.”
ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આજે ગુરુવારે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મગ, અડદ, તલ, રાયડા, કઠોળના વિવિધ દાણાઓ વડે કલાત્મક ભાત (ડીઝાઈન) બનાવીને શિવસ્વરૂપ વાઘાનો શણગાર કરાયો હતો,
ડ્રેગન ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો તથા શ્રાવણ મહિનાના દિવ્ય મહોત્સવ અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સિંહાસને વિવિધ કઠોળ-ધાન્ય દ્વારા દિવ્ય શણગાર કરાયો હતો. સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞનો પ્રારંભ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ અનેરા દર્શનનૉ લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે 4:45 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને
શિવસ્વરૂપ દિવ્ય શણગાર,શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારુતિ યજ્ઞ નું સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે.
પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 04:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દરબારમાં દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.04 સપ્ટેમ્બર 2026ના રોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ મહિના દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવશે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન, દિવ્ય સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ.શ્રી નારાયણમુની સ્વામી દ્વારા દિવ્ય કથાનું રસપાન કરવાશે. જેનો સમય દરરોજ સાંજે 5 થી 6:30 કલાક નો રહેશે.
સંપૂર્પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ મહિનાના ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
