<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ચોટીલા-લીંબડી હાઈવે ઉપર ગેસ ટેન્‍કરમાં આગ લાગતા દોડધામ

ડ્રાઇવરનો ચમત્‍કારિક બચાવઃ બન્ને બાજુ વાહનોની લાઇનો લાગી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૩ : ચોટીલા-લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર વડોદ ગામના પાટિયા પાસે ગેસ ભરેલા ટેન્‍કરમાં અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. ટેન્‍કરમાં આગ ભભૂકી ઊઠતાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્‍વાળાઓ એટલી વિકરાળ હતી કે ઘટનાસ્‍થળથી દૂર સુધી તેનો પ્રકાશ અને ધુમાડો જોવા મળ્‍યો હતો. ઘટનાને પગલે હાઇવે પર વાહનવ્‍યવહારને પણ અસર પહોંચી હતી. આ ઘટનામાં સૌથી રાહતની બાબત એ છે કે ટેન્‍કરના ડ્રાઇવરે આગ લાગ્‍યાની જાણ થતાં સમયસૂચકતા દાખવીને તાત્‍કાલિક ટેન્‍કર છોડયું હતું.

ટેન્‍કરની અંદર ગેસ ભરેલો હોવાથી આગના કારણે જોખમ વધવાની શકયતા રહે છે. આ કારણે ફાયર વિભાગ દ્વારા પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે

(3:12 PM IST)