હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"બાવન ગજની ધજા ફરકતી, નમતા હજારો શીશ,છપ્પન પગથીયે સ્વર્ગ મળે ને મળે દ્વારિકાધીશ" દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન શ્રી દ્વારકાધીશજી ભગવાનના મંદિરે શનિવારે ધ્વજરોહણનું વિઠૃલાણી પરિવાર દ્વારા આયોજન
ધ્વજાજી પૂજન સવારે ૮:૩૦ કલાકે,શોભાયાત્રા સવારે ૯ કલાકે,ધ્વજા આરોહણ સવારે ૧૦ કલાકે મંદિરમાં યોજાશે,મહાપ્રસાદનુ બપોરે ૧૨:૩૦ કલાકે આયોજન

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૩: દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન શ્રી દ્વારકાધીશજી ભગવાનના મંદિરે ધ્વજરોહણનું આયોજન વિઠૃલાણી પરિવાર દ્વારા કરાયું છે.
શ્રી દ્વારકાધીશજી ભગવાનના મંદિરે નૂતન ધ્વજારોહણ તા.૧૫ ને શનિવાર સંવત 2082 અધિક શ્રાવણ સુદ બીજ
કરવામાં આવશે.જેમાં ધ્વજાજી પૂજન સવારે ૮:૩૦ કલાકે,શોભાયાત્રા સવારે ૯ કલાકે,ધ્વજા આરોહણ સવારે ૧૦ કલાકે મંદિરમાં યોજાશે.મહાપ્રસાદ બપોરે ૧૨:૩૦ કલાકે ગ્રાન્ડ કોન્ટિનેન્ટ હોટેલ્સ લિમિટેડ,૭૯ ગ્રાઉન્ડ ફ્લોર, ભદ્રકાળી ચોક,સરદાર વલ્લભાઈ પટેલ રોડ,દેવભૂમિ દ્વારકા, ગુજરાત ખાતે યોજાશે.
આમંત્રિતોને ઉપસ્થિત રહેવા ગં.સ્વ.લીલાવંતીબેન કાંતિલાલ વિઠૃલાણી,કમલેશભાઈ કાંતિલાલ વિઠૃલાણી,
રાહુલભાઈ કમલેશભાઈ વિઠૃલાણી(વ્યવસ્થાપિક પ્રતિષ્ઠાન શ્રી જે.કે. જી બિલ્ડર્સ,શ્રી સૌરાષ્ટ્ર ઓઈલ મીલ,
કે.એચ.વી ઓઈલ એન્ડ એગ્રો પ્રોડક્ટસ પ્રાઈવેટ લિમિટેડ)પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.
વધુ વિગત માટે (મો.6354650089)અથવા (મો.7016737679)ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
