હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
ધ્રોલ પોલીસ મથકે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયનું ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે સ્વાગત: SP રવી મોહન સૈની રહ્યા હાજર

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા આજે ધ્રોલ પોલીસ મથકની વાર્ષિક નિરીક્ષણ અર્થે મુલાકાત લેવામાં આવી હતી. તેમના આગમન સમયે ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શિસ્તબદ્ધ રીતે ‘ગાર્ડ ઓફ ઓનર’ આપીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે ધ્રોલ પોલીસ સ્ટેશનના દફતરી રેકોર્ડ, ક્રાઇમ રજિસ્ટર, મુદ્દામાલ તેમજ સમગ્ર વિસ્તારની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી ચકાસણી કરી હતી
આ વાર્ષિક નિરીક્ષણ વેળાએ જામનગર જિલ્લા પોલીસ વડા (SP) રવી મોહન સૈની, ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા, ધ્રોલ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એચ.વી. રાઠોડ સહિત ધ્રોલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
સંજય ડાંગર ધ્રોલ
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
