<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ગાંધીધામના ભારતનગરમાં તિરંગા વિતરણ દરમિયાન વેપારીઓ સાથે બબાલ મામલે એક આરોપીની ધરપકડ

વેપારીઓને કારથી કચડી નાખવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો

કચ્છના ગાંધીધામના ભારતનગરમાં તિરંગા વિતરણ દરમિયાન વેપારીઓ સાથે થયેલી બબાલ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી છે. આક્ષેપ છે કે કારમાં આવેલા શખ્સે વેપારીના સ્ટાફ સાથે મારામારી કરી હતી. સ્ટાફને બચાવવા વેપારીઓ વચ્ચે પડતાં મામલો વધુ ગરમાયો હતો. વેપારી એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય વેપારીઓએ પણ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વેપારીઓને કારથી કચડી નાખવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો થયા છે. ઘટનાને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસે આરોપીને ઝડપી પાડી ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

(6:21 PM IST)