<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં ટીપી સ્કીમ-6 અને બેટરમેન્ટ ચાર્જિસના વિરોધમાં ઉગ્ર રજૂઆત: અંદાજે 2 હજાર જેટલા રહીશો નગર નિયોજકની કચેરીએ પહોંચ્યા

રહીશોએ આક્ષેપ કર્યો કે ટીપી સ્કીમના કારણે મધ્યમ વર્ગના લોકો આર્થિક રીતે પીડાઈ રહ્યા છે. વિપક્ષે પણ તંત્રના નિર્ણય સામે સવાલ ઉઠાવી ટીપી સ્કીમના નામે નાના અને મધ્યમ વર્ગના લોકોને લૂંટવાનો આક્ષેપ કર્યો

જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં ટીપી સ્કીમ-6 અને બેટરમેન્ટ ચાર્જિસના વિરોધમાં રહીશોએ ઉગ્ર રજૂઆત કરી છે. અંદાજે 2 હજાર જેટલા રહીશો નગર નિયોજકની કચેરીએ પહોંચ્યા હતા. રહીશોએ આક્ષેપ કર્યો કે તંત્ર દ્વારા બેટરમેન્ટ ચાર્જના નામે લોકો પર આર્થિક બોજ નાખવામાં આવી રહ્યો છે.

રહીશોનું કહેવું છે કે જૂની બિનખેતી થયેલી જમીનો પર કાયદેસરની મંજૂરી મેળવી મકાનો બનાવવામાં આવ્યા છે. ઉપરાંત વિસ્તારમાં રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પહેલેથી ઉપલબ્ધ છે. તેમ છતાં ટીપી સ્કીમ લાગુ થતાં મધ્યમ વર્ગના લોકોના મકાનો તૂટવાની ભીતિ છે.

રહીશોએ આક્ષેપ કર્યો કે ટીપી સ્કીમના કારણે મધ્યમ વર્ગના લોકો આર્થિક રીતે પીડાઈ રહ્યા છે. વિપક્ષે પણ તંત્રના નિર્ણય સામે સવાલ ઉઠાવી ટીપી સ્કીમના નામે નાના અને મધ્યમ વર્ગના લોકોને લૂંટવાનો આક્ષેપ કર્યો છે. સ્કીમ રદ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની રહીશોએ ચીમકી આપી છે.

(10:44 PM IST)