<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

સોમનાથ મંદિર ખાતે 'હર ઘર તિરંગા' અંતર્ગત ધર્મધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાયો

ગીર સોમનાથ પોલીસ વિભાગ દ્વારા મંદિર પરિસરથી ૪૫ કિલોમીટર લાંબી ભવ્ય 'તિરંગા બાઇક રેલી' યોજાઈ

દેશભરમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શિખર પર ધર્મધ્વજની સાથે રાષ્ટ્રધ્વજ તિરંગો પૂરા માન-સન્માન સાથે લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગીર સોમનાથ પોલીસ વિભાગ દ્વારા મંદિર પરિસરથી ૪૫ કિલોમીટર લાંબી ભવ્ય 'તિરંગા બાઇક રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં ૧૦૦૦ જેટલા પોલીસ જવાનો અને સ્થાનિક નાગરિકો પોતાની બાઇક પર તિરંગો લહેરાવીને જોડાયા હતા. સમગ્ર માર્ગ પર "ભારત માતા કી જય"ના નારાઓ સાથે ગુંજી ઉઠેલી આ રેલીએ સોમનાથ ધામથી દેશભરમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો બુલંદ સંદેશ આપ્યો હતો.

(12:15 AM IST)