હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 14th August 2026
મોરબીમાં શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીના પર્વે તમામ કતલખાના બંધ રાખવા જાહેરનામું
મોરબીમાં શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીના પર્વે તમામ કતલખાના બંધ રાખવા જાહેરનામું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી તા.૧૭/૦૮/૨૦૨૬, તા.૨૪/૦૮/૨૦૨૬, તા.૩૧/૦/૦૮/૨૦૨૬, તા.૦૭/૦૯/૨૦૨૬ ના રોજ “શ્રાવણમાસના સોમવાર” નિમિતે તથા તા. ૦૪/૦૯/ ૨૦૨૬ ના રોજ “જન્માષ્ટમી“ નિમિતે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સંબંધકર્તા સર્વેએ જાહેરનામાંની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાંનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવા કમિશ્નરની યાદીમાં જણાવ્યું છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
