હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબી: લાલપર પાસે હાઈવે પર મસમોટા ખાડાઓ બન્યા મુસીબત, વધુ એક અકસ્માત સર્જાયો.
ખાડામાં ટ્રેક્ટર ખાબકતા માલસામાનનું ભારે નુકસાન: હાઇવે પર 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, તંત્ર ઘોર નિંદ્રામાં.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી નજીક નેશનલ હાઈવે પર લાલપર પાસે રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકો રોજેરોજ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આજે પણ આ ખાડાઓના કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક માલવાહક ટ્રેક્ટર મોટા ખાડામાં પછડાતા ભાંગી ગયું હતું.
મળતી માહિતી મુજબ, લાલપર પાસે હાઈવે પરના એક મોટા ખાડામાં સિરામિક ટાઇલ્સ ભરેલું ટ્રેક્ટર ખાબક્યું હતું. ખાડાની ઊંડાઈ અને રસ્તાની ખરાબ હાલતના કારણે ટ્રેક્ટરનો ભાગ તૂટી ગયો હતો અને તેમાં રહેલો ટાઇલ્સનો માલ રસ્તા પર ઢોળાઈ ગયો હતો. આ અકસ્માતના પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અંદાજે 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
સ્થાનિકો અને વાહનચાલકો રોષ ઠાલવતા જણાવી રહ્યા છે કે, હાઇવે ઓથોરિટી અને જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ ખાડાઓ બુરવાની કોઈ કામગીરી થતી નથી, જેના કારણે આવા અકસ્માતો રોજિંદી ઘટના બની ગઈ છે. લોકો માંગ કરી રહ્યા છે કે, સંબંધિત અધિકારીઓ જાતે આ હાઇવેની મુલાકાત લે અને સત્વરે રસ્તાનું સમારકામ કરાવે જેથી અકસ્માતો અટકે અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
