<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

કાલે અમરેલીમાં રાજયકક્ષાનો સ્‍વાતંત્ર્ય પર્વ દેશભકિતના માહોલમાં ઉજવાશે

આચાર્ય દેવવ્રતજી, ભુપેન્‍દ્રભાઇ પટેલ ઉપસ્‍થિત રહેશેઃ કોૈશિક વેકરીયા, સંદિપ કુમાર દ્વારા સમીક્ષાઃ લોકોને કલેકટર વિકલ્‍પ ભારદ્વાજનુ આમંત્રણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૪:  ભારતના ૮૦મા સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍યકક્ષાની ભવ્‍ય ઉજવણી આ વર્ષે અમરેલી જિલ્લાના આંગણે યોજાવા જઈ રહી છે, જેને લઈને સમગ્ર જિલ્લામાં ચોતરફ દેશભક્‍તિ, ગૌરવ અને રાષ્‍ટ્રીય ભાવનાનો અભૂતપૂર્વ અને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક અને રાષ્‍ટ્રીય મહત્‍વ ધરાવતા પર્વની ઉજવણીને અત્‍યંત ભવ્‍ય, ગરિમાપૂર્ણ અને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સ્‍તરે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ જ શળંખલામાં, જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્‍યક્ષ સ્‍થાને પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે મુખ્‍ય કાર્યક્રમનું અંતિમ અને સફળ ફૂલ-ડ્રેસ રિહર્સલ સંપન્ન કરવામાં આવ્‍યું હતું. પ્રભારી સચિવશ્રીએ રૂબરૂ પરેડ ગ્રાઉન્‍ડની મુલાકાત લઈને નાગરિકો માટેની બેઠક વ્‍યવસ્‍થા, પ્રોટોકોલ, કાયદો અને સુરક્ષા વ્‍યવસ્‍થા તેમજ કાર્યક્રમના સુચારુ સંચાલન માટેની તમામ વહીવટી તૈયારીઓની ખૂબ જ ઝીણવટપૂર્વક અને સઘન સમીક્ષા કરી હતી તથા ઉપસ્‍થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્‍થિત રહેશે. રિહર્સલ દરમિયાન અમરેલી જિલ્લા કલેક્‍ટર શ્રી વિકલ્‍પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિત સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના તમામ ઉચ્‍ચ અને નોડલ અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

૧૫ ઓગસ્‍ટે સવારે ૯.૦૦ વાગ્‍યે પોલીસ પરેડ મેદાન ખાતે ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તિરંગો ફરકાવશે. આ અવસરે જિલ્લા કલેક્‍ટર શ્રી વિકલ્‍પ ભારદ્વાજ દ્વારા અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્‍યું છે, અને હાજર રહેવા માટે ગ્રાઉન્‍ડ ખાતે સવારે ૮:૦૦ વાગ્‍યા સુધીમાં પોતાનું સ્‍થાન મેળવી લેવા વિનંતી કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં રાષ્‍ટ્રધ્‍વજને સલામી સાથે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સાંસ્‍કળતિક કાર્યક્રમોની પ્રસ્‍તુતિ થશે, જે અમરેલી માટે  યાદગાર બની રહેશે. સ્‍વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્‍યાએ, ૧૪ ઓગસ્‍ટના રોજ પણ અમરેલીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જે અંતર્ગત ગુજરાત રાજ્‍યના રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્‍થિતિમાં સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાક દરમિયાન નવી નૂતન સ્‍કૂલ ખાતે ‘એટહોમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં રાજ્‍યપાલશ્રી જિલ્લાના વિશિષ્ટ નાગરિકો અને અગ્રણીઓને શુભેચ્‍છાઓ પાઠવશે. જેમાં મુખ્‍યમંત્રીશ્રી પણ વિશેષરૂપે સહભાગી થશે.

આ ઉપરાંત, સાંજે ૬:૩૦ થી ૮:૩૦ દરમિયાન કમાણી ફોરવર્ડ સ્‍કૂલના મેદાન ખાતે ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્‍યપાલશ્રી, મુખ્‍યમંત્રીશ્રી, મંત્રીમંડળના સભ્‍યો અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

આ અવસરે જિલ્લા સ્‍તરે સમાજ સેવા, કલા, સાહિત્‍ય સહિતના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્‍યક્‍તિઓને મહાનુભાવોના હસ્‍તે  સન્‍માનિત કરવામાં આવશે. સાથોસાથ જિલ્લાના આશરે રૂ. ૪૦૩ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે કરવામાં આવશે.

ધ્‍વજવંદન બાદ અમરેલી જિલ્લાના ઈતિહાસ અને સંસ્‍કળતિ પર આધારિત વિશિષ્ટ સાંસ્‍કળતિક કાર્યક્રમ પણ યોજાશે, જેમાં જિલ્લા કલેક્‍ટર શ્રી વિકલ્‍પ ભારદ્વાજ દ્વારા અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને ઉપસ્‍થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્‍યું છે.અમરેલી જિલ્લાના આંગણે આયોજિત ૮૦મા સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍યકક્ષાની ઉજવણી અંતર્ગત શહેરમાં રાષ્‍ટ્રભક્‍તિનો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉત્‍સાહભર્યા વાતાવરણ વચ્‍ચે રાજ્‍ય ઊર્જા અને કાયદો મંત્રી  કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્‍થિતિમાં અમરેલીના સેન્‍ટર પોઈન્‍ટ સર્કલથી રાજકમલ ચોક-અમર જવાન સ્‍મારક સુધી એક ભવ્‍ય ‘‘મશાલ રેલી''નું આયોજન કરવામાં આવ્‍યું હતું. હાથમાં મશાલ અને હૃદયમાં દેશપ્રેમ સાથે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્‍યામાં સ્‍થાનિક નાગરિકો, યુવાનો અને દેશપ્રેમીઓ જોડાયા હતા.

આઝાદીના લડવૈયાઓના ત્‍યાગ અને સમર્પણને યાદ કરાવતા આ બંને કાર્યક્રમોએ અમરેલીવાસીઓમાં રાષ્‍ટ્રભાવનાનો નવો સંચાર કર્યો છે. જ્‍યારે પ્રદર્શન દ્વારા નવી પેઢીને દેશના ભવ્‍ય અને સંઘર્ષપૂર્ણ ઇતિહાસથી પરિચિત કરાવવાનો એક ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. દેશભક્‍તિસભર મશાલ રેલીમાં બહોળી સંખ્‍યામાં અગ્રણીઓ, નાગરિકો જોડાયા હતા.  શર્મા-ધર્મેશ વાળા- માહિતી ખાતુ -મોરબી)

(10:55 AM IST)