<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

થાનના સોનગઢ ગામે વાછરડીનું મારણ

રાત્રિના વાડામાં દિપડો ઘૂસી ગયો

વઢવાણ,તા.૧૪: થાનગઢ તાલુકાના સોનગઢ ગામે ગત મોડી રાત્રે દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું હતું. આ ઘટના ગેબીનાથ મંદિર પાસે બની હતી,

ભગીરથભાઈ ભુપતભાઈ ભગતના વાડામાં દીપડો ઘૂસી આવ્‍યો હતો. દીપડાએ વાડામાં બાંધેલી આશરે બે વર્ષની  વાછરડીને નિશાન બનાવી હતી.

સવારે આ ઘટનાની જાણ થતાં જ આસપાસના પશુપાલકો અને ગ્રામજનો ઘટનાસ્‍થળે એકઠા થઈ ગયા હતા. આ વિસ્‍તારમાં અગાઉ પણ દીપડાની અવરજવર જોવા મળી છે, જેના કારણે રાત્રિના સમયે દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભારે ડરનો માહોલ છે.

આ ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને સ્‍થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ વન વિભાગ સમક્ષ તાત્‍કાલિક કાર્યવાહી કરવા, દીપડાને પકડવા માટે પિજરા ગોઠવવા અને આ આતંકમાંથી મુક્‍તિ અપાવવા માટે ઉગ્ર માંગ કરી છે.

(11:01 AM IST)