News of Friday, 14th August 2026
તળાજાના ભાલર ગામના બાઇક સવાર યુવાનોને ત્રાપજ નજીક અકસ્માત : એકનું મૃત્યુ
ચાર બહેનો વચ્ચે એકનોએક ભાઈ ભાવનગર બીલકીટ કંપનીમા નોકરી પર જતા ેહતો ને કાળ આંબી ગયો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૧૪ : તળાજાના ભાલર ગામના બે યુવાનો બાઇક પર ભાવનગર જઈરહ્યા હતા. ત્રાપજ નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ નજીક પહોંચતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજાઓ થવાના કારણે મળત્યુ નિપજેલ.મળતક યુવાન ચાર બહેનો વચ્ચે એકજ ભાઈ હતો જે કુદરતે છીનવી લેતા અરેરાટી ફેલાઈ છે.
ભાવનગરની બિલકીટ કંપનીમાં ટેગ મારવાની નોકરી કરતા સંજયસિંહ પરબતસિંહ ગોહિલ ઉ.વ.૨૭ અને તેના સાથીમિત્ર ભાલર ગામનાજ સાથી મિત્ર ભગીરથસિંહ દિલુભા ગોહિલ બાઇક લઈને રાત્રે ભાવનગર જવા નીકળ્યા હતા.રાત્રે આશરે ૮.૩૦ કલાક આસપાસ ત્રાપજ નજીક નડેલ અકસ્માતમાં સંજયસિંહ ગોહિલનું મળત્યુ નિપજેલ. જેને પી.એમ અર્થે તળાજા ખસેડવામાં આવેલ.
બનાવ અલંગ પોલીસની હદમાં બનેલ હોય પોલીસે જરૂરી કેસ કાગળો તૈયાર કરી કાયદેસર કાર્યવાહી કરી છે
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
