હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આટકોટના ચાના ધંધાર્થી ઘુઘાભાઇ બોહરીયા છેતરાયા વ્યાજે લીધેલી રકમના બદલે ગીરવે મુકેલું ડમ્પર વ્યાજખોર બારોબાર વેચી નાખ્યું
રાજકોટના ઇમરાન સુમરા પાસે ડમ્પર પરત માંગતા બહાના બતાવ્યાઃ તપાસ કરતાં ડમ્પર વેચાણની જાણ થઇ આટકોટ પોલીસમાં ગુનો

રાજકોટઃ તા.૧૪, જસદણના આટકોટમાં ભરવાડ શેરીમાં રહેતા અને બાબરા રોડ પર કિષ્ના નામે ચાની હોટલ ચલાવતાં ઘુઘાભાઇ લધરાભાઇ બોહરીયા (ઉ.વ. ૪ર) એ તેના ડમ્પરને ગીરવે મુકી માસિક પ ટકા વ્યાજે લીધેલા રૂા. પ,પ૦ લાખ લીધા હતા આ સમયે વ્યાજખોર ઇમરાન સુમરા (રહે. રાજકોટ) એ તે વ્યાજ સાથે રૂપિયા પરત આપશે ત્યારે સીકયુરીટી પેટે આપેલ ડમ્પર પરત આપશે તેમ જણાવ્યું હતું, પરંતુ ઇમરાને તેને જણા કર્યા વગર ડમ્પર બારોબાર વેચી નાખી છેતરપીંડી કરતાં આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ઘુઘાભાઇ બોહરીયા (ઉ.વ.૪ર)એ ફરીયાદમાં જણાવ્યું કે, ગઇ તા. ૧૭/ર/રપ ના તેના મિત્ર ભુપેન્દ્રસિંહ ઝાલા (રહે.:રાજકોટ) પાસેથી ડમ્પર વેચાણથી લીધું હશતું જે-તે વખતે લોન ચાલુ હોવાથી તેના નામે કરાયું ન હતું, પરંતુ રૂા. ૩૦૦ ના સ્ટેમ્પ પર વેચાણ કરાર કરી ડમ્પર સંભાળી લીધુ હતું જેના બાકી હપ્તા તેને ભરવાની વાતચીત થઇ હતી. બીજી તરફ તેની તબીયત ખરાબ રહેતી હોવાથી અને સારવાર પાછળ વધારે ખર્ચ થઇ જતા તેને આર્થિક મુશ્કેલી ઉભી થતા તે ડમ્પણરના બેંક લોનના હપ્તા સમયસર ચુકવી શકતા ન હોતા દસેક માસ પહેલા તબીયત વધારે લથડતા અને સારવારમાં વધારે ખર્ચ થઇ જતા તાત્કાલીક રૂા.પ,પ૦ લાખની જરૂરીયાત થતા તેણે આરોપી ઇમરાન સુમરા પાસેથી ડમ્પર ગીરવે મુકી પ ટકા વ્યાજે રૂા.પ.પ૦ લાખ લીધા હતા આ સમયે આરોપીએ જયારે વ્યાજ સહિત પૈસાનો હિસાબ ચુકતે કરી દેશે ત્યારે ડમ્પર પરત આપી દેવમાં આવશે તેવી વાત કરી હતી.
ત્યારબાદ પણ તબીયત ખરાબ રહેતી હોવાથી તે વ્યાજ કે મુદલ ચુકવી શકયા ન હતા ધીમે ધીમે તબીયતસારી થઇ જતા અને રૂપિયાની વ્યવસ્થા થઇ જતા તેવો આરોપીને ફોન કરી રૂપિયાની વ્યવસ્થા થઇ ગઇ છે જેથી ગીરવે મુકેલ ડમ્પર પરત આપી દો હું તમને વ્યાજ સહિત રકમ આપી દઉ કહેતા આરોપીએ હું કામમાં છું બહાર છુ, કરી બહાના બતાવી ડમ્પર પરત આપતો ન હતો પૈસા લેવા પણ આવતો ન હતો. આવી રીતે ત્રણ-ચાર માસ સુધી બહાના આપતો હતો જે કે તેણે તપાસ કરતા આરોપીએ તેણે ગીરવે મુકેલ ડમ્પર જાણ કર્યા વગર બારોબાર કોઇને વેચી નાખ્યાનું જાણવા મળતા અને ફરીયાદન નોંધાવતા હેડ કોન્સ્ટેબલ ડી.ડી. કાકડીયાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
