તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
૧૦'દિ પછી દે ધનાધન વરસાદનો મોટો રાઉન્ડ વર્ષનું ચિત્ર બદલશે
ર૪ થી ૩૦ ઓગસ્ટ સુધી વરસાદ પડશે : કિશોરભાઇ ભાડજાની આગાહી : તસ્વીરમાં કિશોરભાઇ ભાડજાએ તા. ર૦-૩-ર૦ર૬ ના આગાહી કરી હતી તે સાચી કરી છે. તેનો અહેવાલ ‘‘અકિલા''માં પ્રસિધ્ધ થયો હતો.

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૧૪ : ટંકારાના ખગોળ અભ્યાસુ કિશોરભાઇ ભાડજાએ આગામી દિવસોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.
આકાશ દર્શન અને પરંપરાગત નક્ષત્ર આધારિત અનુમાન મુજબ આગામી દિવસોમાં ગુજરાત સહિત આજુ બાજુ ના રાજ્યોમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવશે આ રાઉન્ડ વર્ષના વરસાદના ચિત્રને બદલી નાખશે ખગોળ જાણકાર કિશોરભાઈ ભાડજા અનુસાર શ્રાવણ સુદ પાંચમ તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ સોમવારે સવારે આશરે ૭:૫૯ કલાકે સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે તે સમયે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં રહેશે. આ પછી તારીખ ૨૪થી ૩૦ ઓગસ્ટ સુધીના સમયગાળામાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ વર્ષના વરસાદનો મદાર ગણાય છે. આ રાઉન્ડમાં મોટા ભાગના વિસ્તારોમાં સંતોષકારક વરસાદ થવાથી નદી નાળાઓમાં નવું પાણી આવશે ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું નબળું પડવાનું અનુમાન છે. સૂર્ય પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં હોય ત્યારે છૂટો-છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પરંપરા મુજબ મઘા નક્ષત્રનું પાણી અમળત સમાન ગણવામાં આવે છે. લોકવાયકા છે કે ૅવર્ષે મઘા તો થાય ધાનના ઢગલા થશે. તેમ કિશોરભાઇ ભાડજાએ જણાવ્યું છે.

(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
