News of Friday, 14th August 2026
જામનગર એલસીબીના એએસઆઈ નાનજીભાઈ પટેલની રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક માટે પસંદગી
સ્વતંત્રતા દિવસ-૨૦૨૬ નિમિત્તે પોલીસ સેવામાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ સન્માન : જામનગર પોલીસ પરિવારમાં ગૌરવની લાગણી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૪ : સ્વતંત્રતા દિવસ-૨૦૨૬ નિમિત્તે પોલીસ સેવામાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ આપવામાં આવતા રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક માટે ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા સહાયક પોલીસ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઈ) નાનજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.
પોલીસ સેવામાં ફરજ દરમિયાન નિષ્ઠા, કાર્યદક્ષતા અને વિશિષ્ટ કામગીરી બદલ એએસઆઈ નાનજીભાઈ પટેલને મળેલું આ સન્માન જામનગર પોલીસ પરિવાર માટે ગૌરવની વાત છે.
સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જાહેર થયેલી આ પસંદગીથી જામનગર પોલીસ બેડામાં આનંદની લાગણી પ્રસરી છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તેમના સાથીદારો દ્વારા નાનજીભાઈ પટેલને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
