News of Friday, 14th August 2026
દિલીપ સંઘાણીના હસ્તે સ્વાતંત્ર દિવસ ઉજવાશે ઈફકો દ્વારા ઉતરપ્રદેશના ફુલપુર ખાતે

અમરેલી, તા.૧૪: સમગ્ર દેશ ૮૦-મા સ્વતંત્રતા દિવસની ઉજવણી તરબોળ છે તેવા સમયે દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ઈફકો સ્વતંત્રતા પર્વની ઉજવણી માત્ર તિરંગા કે, દેશ ભકિત સાથે નહિં પરંતુ નવા ધ્યેયના સંકલ્પ સાથે ઉતર પ્રદેશના ફુલપુર ખાતે સંસ્થા ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે આ પર્વને ‘ રસાયણ મૂક્ત ફળદ્રુપ જમીન' પ્રશ્નના લક્ષ સાથે ઉજવાશે.
દિલીપ સંઘાણીનું લક્ષ દેશભકિત સાથે ખેતિ, ખેડૂત, રસાયણ મૂકત જમીન, તંદુરસ્ત ઉત્પાદન, માનવ સ્વાસ્થ સાથે ટકાઉ - ઉપજાવ ખેતિ તરફ રહેલુ છે અને તે માટે ઈફકોના માધ્યમ થી સમગ્ર દેશમાં ‘માટી બચાવો ખેતિ બચાવો' અસરકારક કામગીરી હાથ ધરવામા આવશે તેમ જણાવેલ. કિસાનોમા જાગળતિ, નેનો ડીએપી-નેનો યુરીયાનો વપરાશ, ટેકનોલોજીનો ઉપયોગ સાથે સ્વાસ્થની જાળવણી ઉપર ભાર મુકવામા આવેલ છે. દેશની આઝાદીને સ્વતંત્રતા પુરતી સીમીત નહિં રહેતા કિસાનોની સમસ્યા અને સૂચનાઓ અંગે ઝડપી કામ અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસને અગ્રતા આપવાનું જણાવ્યા સાથે ખેતિ ખેડૂત મજબૂત હશે તો જ ભારત સમગ્ર દેશમાં કળષિ ક્ષેત્રે સમગ્ર વિશ્વને નેતળત્વ પ્રદાન કરી શકેશે તેવો આશાવાદ વ્યકત કરેલ હતો
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
