<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

જસદણના આંબેડકર નગરમાં પત્‍નીની હત્‍યા કરવાના ગુનામાં પકડાયેલ પતિને શંકાનો લાભ આપી છોડી મૂકવા આદેશ

 

રાજકોટ, તા.૧૪: જસદણમાં વર્ષ ૨૦૨૧માં બનેલા ચકચારી પત્‍ની હત્‍યા પ્રકરણમાં આરોપી પતિ સુનિલભાઈ વાલજીભાઈ પરમારનો રાજકોટ એડિશનલ સેશન્‍સ કોર્ટે નિર્દોષ છુટકારો કર્યો છે. પત્‍નીની ક્રૂરતાપૂર્વક હત્‍યા કરવાના આક્ષેપો સાથે નોંધાયેલા ગુનામાં કોર્ટ દ્વારા આરોપીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપવામાં આવ્‍યો હતો.

જસદણના આંબેડકર નગરમાં ગઇ તા.૮/૨/૨૦૨૧ના આ બનાવમાં પતિ સુનિલ વાલજીભાઈ પરમારે જેઠ સાથે  આડા સંબંધો અને ચારિત્ર્યની શંકાથી પત્‍ની દયાબેન ઉપર કુહાડીના આડેધડ ઘા ઝીંકી હત્‍યા કરી હતી. આ કેસમાં પોલીસે સુનિલ વાલજીભાઈ પરમાર સામે હત્‍યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના અંતે ચાર્જશીટ મૂકયું હતું.

આ કેસમાં આરોપી સુનિલભાઈ પરમાર તરફથી સરકાર મારફતે લીગલ એઈડ અંતર્ગત વકીલની માંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટના યુવા ધારાશાષાી રાજેશ બી. ચાવડાની બચાવ પક્ષના વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી, નજરે જોનાર બાળ સાહેદ સહિતના સાહેદોની જુબાની નોંધવામાં આવી હતી. ઉપરાંત ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પુરાવાઓ અને દસ્‍તાવેજી પુરાવાની પણ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર પુરાવા અને સાક્ષીઓની જુબાનીનું વિશ્‍લેષણ કર્યા બાદ બચાવ પક્ષના વકીલ રાજેશ બી. ચાવડાએ આરોપી સામેનો ગુનો નિશંકપણે સાબિત થતો ન હોવાની દલીલો રજૂ કરી હતી.

બચાવ પક્ષે રજૂ કરેલી દલીલો તથા કેસના પુરાવાઓને ધ્‍યાને લઈ રાજકોટ એડિશનલ સેશન્‍સ જજ એ કે શાહે આરોપી સામેનો ગુનો શંકાથી પર સાબિત થયો નથી તેમ માની તેને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી લીગલ એઇડ વકીલ તરીકે રાજેશ બી. ચાવડા, સહાયકો સિમરન ગોડ, નિખિલ રાઠોડ, વિશાલ દાફડા, ભવાન સોલંકી, અજય ચાવડા નયના મઢવી, રવિ વાઘેલા, સોના પટેલ, જીગ્નેશ યાદવ, દિલસુખ રાઠોડ, એ. એ. સાગઠીયા, ધર્મેન્‍દ્ર બારેજીયા, વિવેક વરસડા, રાહુલ ગોલતર રોકાયા હતા.

(2:19 PM IST)