<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

કેશોદમાં કેવલ સવાણી હત્‍યા- લૂંટ કેસમાં આરોપી મહોબતસિંહ સિસોદીયાને આજીવન કેદ

૨૦૧૮માં બાંધકામની સાઇટ ઉપરથી મૃતદેહ મળી આવ્‍યો હતો અને આરોપીએ ૪ લાખના દાગીનાની લૂંટ કરી હતીઃ સીસીટીવી ફુટેજ અને પુરાવાના આધારે કોર્ટ દ્વારા ચુકાદો અપાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૪: કેશોદ તા. ૧૪ - કેશોદ શહેરમાં વર્ષ ૨૦૧૮માં બનેલી કેવલ સવાણી હત્‍યા અને સોનાની લૂંટના કેસમાં નામદાર એડિશનલ સેશન્‍સ જજશ્રી એચ.બી. ત્રિવેદીની કોર્ટે ૭ વર્ષ બાદ ચુકાદો સંભળાવ્‍યો છે. કોર્ટે આરોપી મહોબતસિંહ હનુભાઈ સિસોદીયાને IPC કલમ ૩૦૨ હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. સરકારી વકીલ તરીકે P.P શ્રી એન.કે.પુરોહિત અને A.P શ્રી ડી.સી. ઠાકરે ધારદાર દલીલો રજૂ કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

આ બનાવ કેશોદમાં વર્ષ ૨૦૧૮માં બન્‍યો હતો. મળતક કેવલ સવાણીનો લોહીલુહાણ મળતદેહ પોતાની બાંધકામની ચાલતી સાઈટ પર ચોથા માળેથી મળી આવ્‍યો હતો. સાથે અંદાજે ચાર લાખ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ પણ થઈ હતી. આ અંગે મળતકના પિતા રમેશભાઈ ઉર્ફે ભુપતભાઈ સવાણીએ કેશોદ પોલીસ સ્‍ટેશનમાં અજાણ્‍યા શખ્‍સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કેસની તપાસ કેશોદ પોલીસ સ્‍ટેશનના તત્‍કાલીન PI શ્રી ડી.જે.ઝાલા અને PSI આર.કે.ગોહીલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને મળતકની હિલચાલના આધારે પોલીસે આરોપી મહોબતસિંહ સિસોદીયાને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી આઠ તોલા સોનાની ચેઈન, આઠ સોનાની વીંટી અને એન્‍ડ્રોઇડ મોબાઈલ સહિતના મુદ્દામાલ કબજે કર્યા હતા.

સરકાર પક્ષે રજૂ થયેલી સચોટ તપાસ અને પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્‍યો હતો. આ ચુકાદાથી મળતક કેવલ સવાણીના પરિવારને ૭ વર્ષ બાદ ન્‍યાય મળ્‍યો છે.

(3:10 PM IST)