<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ગોંડલ સંગ્રામસિંહજી હાઇસ્કુલ પરિસરમાં ૧પમી ઓગસ્ટના રિહર્સલમાં દેશભકિતનું જોશ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરાઇ

રાજકોટ, તા. ૧૪ : ગોંડલમાં આવેલી ઐતિહાસિક સંગ્રામસિંહજી હાઈસ્કૂલના પરિસરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના રિહર્સલમાં આજે દેશભકિતનું જોશ છવાઈ ગયું હતું.

જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

૧૫મી ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમની રૃપરેખા મુજબ, પ્રથમ રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન થયું. ત્યારબાદ ધ્વજારોહણ, રાષ્ટ્રગાન પછી જિલ્લા કલેકટર દ્વારા વિધિવત પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ શાળાઓ દ્વારા દેશભકિતસભર સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા વિશિષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓના બહુમાન સહિતના તમામ ચરણોનું ચોક્કસાઈપૂર્વક રિહર્સલ કરવામાં આવ્યું હતું.

આ તકે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા  વિજયસિંહ ગુર્જર, પ્રોબેશનરી આઈ.એ.એસ.  ટીના કલ્યાણ, એ.એસ.પી.  નવીન ચક્રવર્તી, નિવાસી અધિક કલેકટર  જે.એચ. બારોટ, ગોંડલ પ્રાંત અધિકારી  રાહુલ ખાંભરા, જિલ્લા પુરવઠા અધિકારી  અજય ઝાપડા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 PM IST)