તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 14th August 2026
શૌર્ય, સાહસ અને સજ્જતાનો સંગમ : ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીમાં નિહાળ્યું ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન : ચેતક કમાન્ડો સહિતના દળોની શસ્ત્ર શક્તિ નિહાળીને મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસને બિરદાવી : રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન
૭.૬૨ મીમી સ્નાઇપર રાઇફલ (ઇશાપોર), ગેલિલ સ્નાઇપર રાઇફલ, એન્ટી મટિરિયલ રાઇફલ, એકે-૪૭, ૭.૬૨ મીમી ઘાતક રાઇફલ, સિગ સોઅર ૫.૫૬ મીમી એસએફ રાઇફલ, એક્સકેલિબર અને ઇન્સાસ રાઇફલ, ૩૦ મીમી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, ૪૦ મીમી અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, એમપી-૫ સબ-મશીનગન, જેવીપીસી અને અમોઘ કાર્બાઇન સહિતના શસ્ત્રો પ્રદર્શિત

અમરેલી તા.૧૪ : દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસ તથા ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સાધનો અને સુરક્ષા ઉપકરણોનું નિરીક્ષણ કરી તેમની વિશેષતાઓ અંગે માહિતી મેળવી હતી.
પ્રદર્શનમાં ૭.૬૨ મીમી સ્નાઇપર રાઇફલ (ઇશાપોર), ગેલિલ સ્નાઇપર રાઇફલ, એન્ટી મટિરિયલ રાઇફલ, એકે-૪૭, ૭.૬૨ મીમી ઘાતક રાઇફલ, સિગ સોઅર ૫.૫૬ મીમી એસએફ રાઇફલ, એક્સકેલિબર અને ઇન્સાસ રાઇફલ સહિતની આધુનિક રાઇફલો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૩૦ મીમી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, ૪૦ મીમી અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, એમપી-૫ સબ-મશીનગન, જેવીપીસી અને અમોઘ કાર્બાઇન સહિતના શસ્ત્રો પણ પ્રદર્શિત કરાયા હતા.
કોર્નર શોટ સિસ્ટમ, નાઇટ વિઝન ટેક્નોલોજી, ઓપ્ટિકલ સાધનો, રૅપલિંગ સાધનો તેમજ મલ્ટી સેલ લોન્ચર, ગેસ ગન અને ટેઝર ગન જેવા બિનઘાતક સાધનો પણ પ્રદર્શનનું વિશેષ આકર્ષણ રહ્યા હતા. આધુનિક શસ્ત્રો, ટેક્નોલોજી અને વિશેષ તાલીમના સુમેળથી ચેતક કમાન્ડો ફોર્સની વિશેષ કામગીરી ક્ષમતાની ઝલક જોવા મળી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસની સજ્જતા, શૌર્ય અને કાર્યક્ષમતાને બિરદાવી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા,ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, પોલીસ મહા નિર્દેશક આર.વી. અસારી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.(-માહિતી ખાતુ-અમરેલી)
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
