તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
જામનગર સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ ‘ઇન્ટર હાઉસ સ્વિમિંગ ચેમ્પિયનશિપ’મા સરદાર પટેલ હાઉસે ‘ઇન્ટર હાઉસ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭’નો ખિતાબ મેળવ્યો
ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ નેહરુ હાઉસના કેડેટ જ્ઞાન મૈતીને ‘બેસ્ટ ઇમર્જિંગ સ્વિમર’ તથા ટાગોર હાઉસના કેડેટ યુવરાજ સિંહ જાડોનને ‘બેસ્ટ સ્વિમર’ તરીકે પસંદગી : ૨૫ મીટર ફ્રીસ્ટાઇલ, ૨૫ મીટર બ્રેસ્ટસ્ટ્રોક, ૨૫ મીટર બેકસ્ટ્રોક તથા ૪×૨૫ મીટર મેડલી રિલે જેવી વિવિધ સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : જામનગર સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડીખાતે હાલમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ ‘ઇન્ટર હાઉસ સ્વિમિંગ ચેમ્પિયનશિપ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં છ સિનિયર હાઉસ, બે જુનિયર હાઉસ તેમજ ગર્લ્સ ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધા દરમિયાન ૨૫ મીટર ફ્રીસ્ટાઇલ, ૨૫ મીટર બ્રેસ્ટસ્ટ્રોક, ૨૫ મીટર બેકસ્ટ્રોક તથા ૪×૨૫ મીટર મેડલી રિલે જેવી વિવિધ સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાઈ હતી. સિનિયર વર્ગમાં સરદાર પટેલ હાઉસે ઓવરઓલ ચેમ્પિયનશિપ જીતી ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે જુનિયર વર્ગમાં નેહરુ હાઉસે ચેમ્પિયનશિપ ટ્રોફી પ્રાપ્ત કરી હતી.ચેમ્પિયનશિપમાં
ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ નેહરુ હાઉસના કેડેટ જ્ઞાન મૈતીને ‘બેસ્ટ ઇમર્જિંગ સ્વિમર’ તથા ટાગોર હાઉસના કેડેટ યુવરાજ સિંહ જાડોનને ‘બેસ્ટ સ્વિમર’ તરીકે પસંદ કરવામાં આવ્યો
આ પ્રસંગે સ્વિમિંગ પૂલની તૈયારી અને જાળવણીમાં સમર્પિત યોગદાન તેમજ સ્પર્ધાના સુચારુ આયોજન અને સંચાલનમાં નિઃસ્વાર્થ સેવા બદલ શ્રી અકરામની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી.
સમાપન સમારોહના મુખ્ય અતિથિ અને સૈનિક સ્કૂલ બાલાચડી ના આચાર્ય
ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે
આચાર્યશ્રીએ ટીમોને ચેમ્પિયનશિપ ટ્રોફી અર્પણ કરી હતી. અને આ ચેમ્પિયનશિપમાં ઉપસ્થિતોને સંબોધતાં તેમણે વિજેતા ટીમોને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ કેડેટ્સના ઉત્સાહ, મહેનત તથા રમતગમત પ્રત્યેનીભાવનાની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે સ્વિમિંગ માત્ર સ્ટેમિના અને શારીરિક ક્ષમતામાં વધારો કરતું રમતગમતનું સાધન નથી, પરંતુ તે ભાઈચારો, ટીમવર્ક અને ટીમ સ્પિરિટનો વિકાસ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે સાથે, રમતગમત કેડેટ્સમાં ખંત, પડકારોનો સામનો કરવાની ક્ષમતા, શિસ્ત અને વિજયની ભાવના જેવા જીવનમૂલ્યોનું નિર્માણ કરે છે.
આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે અંગ્રેજી વિષયના શિક્ષિકા
(ટીજીટી) શ્રીમતી અંજુ યાદવએ જવાબદારી સંભાળી હતી. સીએચએમ આનંદ દુબે અને સીએચએમ મનવીર ભંડારીએ રેફરી તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી. શાળાના સ્પોર્ટ્સ કેપ્ટન કેડેટ આદિત્ય તોમરે આભારવિધિ કરી હતી.
સમાપન સમારોહમાં વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી,
અતિથિ શ્રી ભરત કાનાણી ,શાળાના સ્ટાફ સભ્યો ,તથા કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપે કેડેટ્સમાં રમતગમતની ભાવના, શિસ્ત, ટીમવર્ક અને શ્રેષ્ઠતા માટેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
