<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ તિરંગાયાત્રા યોજાઈ

યાત્રા લાખોટા તળાવ ગેટ નં.૧ થી રણજીતનગર સરદાર પટેલની પ્રતિમા સુધી યોજાઈ : સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તીરંગાયાત્રા પૂર્ણ કરવામાં આવેલ.

જામનગર :ગુજરાત રાજ્ય સરકારનાં માર્ગદર્શન હેઠળ "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

નાગરિકો માટે દેશભક્તિની લાગણી જાગે તેવા હેતુથી તા.૧૪-૦૮-૨૦૨૬ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે રણમલ તળાવ ગેઇટ નં.૧ ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ યાત્રામાં જામનગર શહેરની ધરોહર તથા ઓળખ સમાન ભારતીય લશ્કરી દળોની ત્રણેય પાંખો આર્મી, એરફોર્સ, નેવીના કંટીન્જન્ટ, પેરા મીલીટરી ફોર્સ, જામનગર પોલીસ જવાનો ઘોડેસવાર અને બેન્ડ સાથે જોડાયેલ હતા. એન.સી.સી કેડેટ્સ, હોમગાર્ડ, ન.પ્રા.શિ.સ.ના બાળકો. વિવિધ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ.શહેરની કોલેજના વિદ્યાર્થીઓ, બાળકો. એન.જી.ઓ, વેપારી મહામંડળો, ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીઓ વિવિધ જ્ઞાતિના ટ્રસ્ટીઓ તથા શહેરીજનોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો.આ યાત્રા લાખોટા તળાવ ગેટ નં.૧ થી રણજીતનગર શ્રી સરદાર પટેલની પ્રતિમા સુધી યોજવામાં આવી હતી અને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તીરંગાયાત્રા પૂર્ણ કરવામાં આવેલ.
આ યાત્રામાં મંત્રી તથા જીલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા,મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, પાન. જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, સાંસદસભ્ય પુનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી,.ડે.મેયર રાકેશભાઈ ડેર, સ્ટે. કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી કલેકટર પી.બી. પંડયા (IAS), કમિશ્નર દીપેશ કેડિઆ (IAS), .ડીડીઓ સુશ્રી નિશા (IAS), પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS), શહેર અધ્યક્ષા શ્રીમતી બીનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા અમરભાઈ મોદી,દંડક શ્રીમતી પ્રવિણાબેન રૂપડીયા,સાંસ્કૃતિક સમિતિના ચેરમેન શ્રીમતી હર્ષાબા જાડેજા,ન.પ્રા.શિ.સ.ના ચેરમેન પરષોત્તમભાઈ કકનાણી, ડે.કમિશ્નર ડી.એ. ઝાલા, પ્રદેશ કારોબારી સભ્ય વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે તથા ભાવેશભાઈ કાનાણી, મ્યુ.સભ્યઓ જયરાજસિંહ જાડેજા, કૃષ્ણાબા ઝાલા, સુભાષભાઈ જોશી, રાજેશભાઈ યાદવ, જીતેશભાઈ શિંગાળા, આશિષભાઈ જોષી, નીતાબા જાડેજા, જશુબા ઝાલા, શીતલબેન વાઘેલા, હેતલબેન અમેથીયા, જ્યોત્સનાબેન પાંભર, સંજયભાઈ મુંગરા, તૃપ્તિબેન ખેતીયા સંગીતાબેન ગુઢકા, યોગેશભાઈ કણજારીયા, મિલનભાઈ સભાયા, આશાબેન રાઠોડ. મંજુબેન બાંભણીયા, સંજયભાઈ દાઉદીયા, હેતલબેન નકુમ, પ્રકાશભાઈ રાઠોડ, ધવલભાઈ નાખવા, અમરભાઈ કનખરા, રીટાબેન જોટંગીયા, શર્મીલાબેન નંદા, જયસુખભાઈ ઢોલરીયા, ખ્યાતીબેન મુંગરા તથા પૂર્વ મેયરઓ, પૂર્વ સભ્યઓ અને જા.મ.પા. તથા જીલ્લા પંચાયતના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:20 PM IST)