તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 15th August 2026
૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો રોશનીથી ઝળહળી ઉઠ્યા
૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વના ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે જિલ્લા સેવા સદન સહ મહત્વની ઇમારતો પર કરાયો આકર્ષક લાઈટિંગ શણગાર.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિનના પાવન રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ઉત્સાહવર્ધક અને દેશભક્તિસભર માહોલ ઊભો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વે મોરબી જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત કચેરી, વિવિધ સરકારી ભવનો, તાલુકા કચેરીઓ તેમજ જાહેર સ્મારકો પર ઝાકઝમાળ રોશની અને રંગબેરંગી લાઈટિંગનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
સ્વાતંત્ર્ય પર્વના ગૌરવવંત અવસરને વધાવવા અને નાગરિકોમાં દેશપ્રેમની ભાવના પ્રબળ બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવેલી આ ઝળહળતી રોશનીથી મોરબી દેશ ભક્તિના રંગે રંગાયું છે.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
