<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ

પુત્રનો કેર હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તાવની બીમારીમાં આઠ લાખનો ખર્ચ થતા વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા તેઓ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારાના ઓટાળા ગામના વતની કેતનભાઈ મણીલાલ દેસાઈનાપુત્રનો કેર હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તાવનીબીમારીમાં આઠ લાખનો ખર્ચ થતા વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા તેઓ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા નામદાર કોર્ટે વીમા કંપનીને કેતનભાઈને રૂપિયા આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ કરેલ છે.

   આ કેસ ની વિગત એવી છે કે ટંકારા તાલુકાના ઓટાળા ગામના વતની શ્રી કેતનભાઈ મણીલાલ દેસાઈ ના પુત્રનો કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની નો મેડીકલ વીમો હતો તેમના દિકરાને તાવ આવતો હોઈ તેને તેના દિકરાને તા.૮-૧-૨૫ થી તા.૧૧-૧-૨૫ સુધી મોરબી વેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ત્યાં તેની તબીયમ સારી ના થતા તા.૧૯-૧-૨૫ થી મુંબઇ વડીયા હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં થી તા.૮-૨-૨૫ ના રોજ રજા આપવામાં આવેલ, ફરી થોડા દિવલ પછી તાવ આવતા રાજકોટ દાખલ કરવામાં આવેલ પરંતુ કમનશીબે તેના પુત્રનું તા.૨-૯-૨૫ ના રોજ અવશાન થયેલ આ તમામ ખર્ચ રૂા.
    ૮,૦૦,૦૦૦ નો ખર્ચ થયેલ. વીમા કંપનીમાં માંગણી કરતા વીમા કંપનીએ રેપ્યુડ લેટરથી વીમો ના મંજુર કરેલ અને આ બીમરી છુપાવી હતી તેથી વીમો મળે નહીં તેથી કેતનભાઈને અસંતોષ થતા તેને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ. નામદાર કોર્ટે એ કહયું કે રેપ્યુડ લેટરથી વીમો ના મંજુર થાય નહી. ગ્રાહક પાસે મેડીકલ પોલીસી લીધેલ છે અને પ્રિમીયમ પણ ભરે છે માટે તેના ખર્ચની રકમ રૂા. ૮૦૦૦૦૦/-અંકે રૂપિયા આઠ લાખ પુરા તા.૨૦-૪ થી છ ટકાના ચડતા વ્યાજ સાથે ચુકવવા અને રૂા. ૫૦૦૦ ખર્ચના આપવાનો હુકમ કરવામાં આવેલ છે. એક માસમાં વીમા કંપની રકમ ના આપે તો નવ ટકા લેખે વ્યાજ આપવાનું રહેશ. ગ્રાહકે પોતાના હક માટે હમેશા લડવું જોઈએ.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશાં લડવું જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮રપ૭ ૯૦૪૧૨) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતાનો સંપર્ક કરવા જણાવાયેલ છે.

(1:23 AM IST)