News of Saturday, 15th August 2026
જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં મોટો ફેરફાર :10 પીઆઇની આંતરિક બદલીઓના આદેશ
સિટી-બી, સિક્કા, જોડિયા, ધ્રોલ, પંચકોશી-એ તેમજ લીવ રિઝર્વ સહિતના PI ને નવી જવાબદારી સોંપાઈ

જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી કામગીરીને વધુ ગતિશીલ કરવાના ઉદ્દેશથી જિલ્લા પોલીસ બેડામાં મોટો આંતરિક ફેરફાર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડૉ. રવિ મોહન સૈની દ્વારા એક સાથે 10 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી આંતરિક બદલીઓ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેર હિત અને વહીવટી સરળતાને ધ્યાને રાખીને કરાયેલી આ બદલીઓમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના મહત્વના પોલીસ સ્ટેશનોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં સિટી-બી ડિવિઝન , સિક્કા, જોડિયા, ધ્રોલ તેમજ પંચકોશી-એ પોલીસ સ્ટેશન ખાતે નવા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત લીવ રિઝર્વમાં રહેલા પીઆઈને પણ ફિલ્ડ પોસ્ટિંગ આપી મહત્વની નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
એસપી ડૉ. રવિ મોહન સૈની દ્વારા કરવામાં આવેલી આ આંતરિક પુનર્ગઠનથી જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને પ્રજાલક્ષી પોલીસિંગને વધુ સક્ષમ બનાવવામાં મદદ મળશે. લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા તેમજ અનુભવી અધિકારીઓને યોગ્ય સ્થળે જવાબદારી સોંપીને પોલીસિંગ વ્યવસ્થાને વધુ સતર્ક અને લોકાભિમુખ બનાવવાનો પ્રયાસ કરાયો છે.
એકસાથે 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશ છૂટતાં જ સમગ્ર જામનગર પોલીસ આલમમાં ગરમાવો આવી ગયો છે. બદલી પામેલા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને પોતાના નવા નિયુક્ત પોલીસ મથકો અને શાખાઓમાં તાત્કાલિક હાજર થઈને પદભાર સંભાળી લેવા સૂચનાઓ આપવામાં આવી છે. આ નવા ફેરફારથી જામનગર શહેર અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસિંગ કામગીરી વધુ ઝડપી અને સઘન બનશે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
