<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

વિકસિત ભારત-૨૦૪૭નું સ્‍વપ્‍ન હવે દેશવાસીઓનો સંકલ્‍પ

પોરબંદરમાં જિલ્લા કક્ષાના સ્‍વતંત્ર્ય પર્વમાં કલેક્‍ટર એસ.ડી.ધાનાણીએ તિરંગો લહેરાવીને સંબોધન કર્યુઃ સ્‍થાનિક પ્રશાસનની વિવિધ વિકાસલક્ષી કામગીરી તથા યોજનાકીય સિધ્‍ધીની ઝાંખી દર્શાવીઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમઃ જિલ્લા પોલિસ દ્વારા રજૂ ડોગ-શોએ આકર્ષણ જમાવ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૭: પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે આજે રાષ્‍ટ્ર પ્રથમના મંત્ર સાથે ૮૦મા સ્‍વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્‍તિ અને રાષ્‍ટ્રભાવનાના માહોલ વચ્‍ચે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્‍ટર અને જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી એસ.ડી. ધાનાણીના હસ્‍તે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ખુલ્લી જીપમાં જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું આ તકે જિલ્લા પોલીસ વડા શ્રી બી યુ જાડેજા પણ પરેડ નિરીક્ષણમાં સાથે જોડાયા હતા.

જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણીએ ભારત દેશના ૮૦મા સ્‍વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લાના તમામ નાગરિકોને રાષ્‍ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે હર ઘર તિરંગા, હર મન તિરંગા, હર દિલ તિરંગાના રાષ્‍ટ્રમંત્ર સાથે દેશભક્‍તિના રંગે રંગાઈને આ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી. કલેક્‍ટર એસ.ડી ધનાણીએ સ્‍થાનિક પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી વિવિધ વિકાસલક્ષી કામગીરી અને યોજનાકીય સિધ્‍ધીની માહિતી આપીને વિકસિત ભારત -૨૦૪૭નું સ્‍વપ્‍ન હવે દેશનો સંકલ્‍પ બન્‍યું છે.

તેમણે દેશની આઝાદી માટે સર્વોચ્‍ચ બલિદાન આપનારા સ્‍વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિવીરો તેમજ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના રાષ્‍ટ્રના સપૂતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં શ્નવિકસિત ભારતઙ્ખનું નિર્માણ કરવાનો સંકલ્‍પ સાકાર થાય તે દિશામાં આગળ વધી રહ્યો છે. ગુજરાત રાજ્‍ય પણ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં સર્વાંગી વિકાસ સાથે  વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્‍પ સાકાર કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

કલેક્‍ટર એસ.ડી ધનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભો સરળતાથી અને વહેલી તકે પહોંચાડવા કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ હેઠળ છેલ્લા બાર વર્ષમાં ડિજિટલ ઇન્‍ડિયા, આયુષ્‍માન ભારત, જલ જીવન મિશન, પીએમ આવાસ યોજના સહિતની વિવિધ પહેલોથી દેશના વિકાસને નવી ગતિ મળી છે. અંતરિક્ષ, ટેક્રોલોજી, સ્‍ટાર્ટઅપ, સંરક્ષણ ઉત્‍પાદન, કળત્રિમ બુદ્ધિમત્તા અને નવીનતાના ક્ષેત્રે પણ ભારત આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતનું સ્‍વપ્ન હવે સમગ્ર દેશનો સંકલ્‍પ બન્‍યું છે.

ગુજરાતના વિકાસ અંગે તેમણે જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ હેઠળ શિક્ષણ, આરોગ્‍ય, ઉદ્યોગ, કળષિ, સિંચાઈ, પીવાનું પાણી, માર્ગ વ્‍યવસ્‍થા અને ડિજિટલ ગવર્નન્‍સ સહિતના ક્ષેત્રોમાં વિકાસની ગતિ આગળ વધી રહી છે. નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્‍યવસ્‍થા, મહિલાઓની સુરક્ષા, સાયબર ગુનાઓ સામેની કામગીરી અને આધુનિક પોલીસિંગને પણ મજબૂતી મળી છે.

પોરબંદરના વિકાસ અંગે વાત કરતા કલેક્‍ટર જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મભૂમિ અને કળષ્‍ણભક્‍ત સુદામાની નગરી પોરબંદર ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્‍કળતિક અને પ્રવાસન ક્ષેત્રે વિશિષ્ટ સ્‍થાન ધરાવે છે. પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને પોરબંદર વિધાનસભાના ધારાસભ્‍ય તથા રાજ્‍યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના સતત પ્રયાસોથી પોરબંદર ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે.

કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્‍ડ શિપ બિલ્‍ડિંગ પાર્કથી સ્‍થાનિક યુવાનો અને ટેકનિશિયનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ MSME અને મરીન ઇક્‍વિપમેન્‍ટ મેન્‍યુફેક્‍ચરિંગ ક્ષેત્રને વેગ મળશે. પોરબંદરને વૈશ્વિક કક્ષાના ફર્નિચર ઉત્‍પાદન કેન્‍દ્ર તરીકે વિકસાવવાની દિશામાં પણ પ્રયાસો થઈ રહ્યા છે.

પ્રવાસન ક્ષેત્રે બરડા વિસ્‍તારના સફારી પાર્ક, મોકર સાગર વેટલેન્‍ડ, સર્વોદય વનના વિકાસ, સુદામા મંદિર, માધવપુર તથા ચોપાટી સહિતના વિકાસકાર્યો પોરબંદરના પ્રવાસનને નવી ઓળખ આપશે. તેનાથી પ્રવાસીઓની સંખ્‍યા વધવાની સાથે સ્‍થાનિક રોજગાર અને વ્‍યવસાયની તકોને પણ વેગ મળશે.

જિલ્લા કલેક્‍ટરે જિલ્લામાં યોજાયેલી પ્રગતિપથ યાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્‍યું હતું કે, આ યાત્રા દ્વારા નાગરિકોને વિવિધ વિકાસકાર્યોની સ્‍થળ મુલાકાત લઈ જિલ્લાના વિકાસને રૂબરૂ નિહાળવાની તક મળી હતી. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં સ્‍થાનિક પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી વિવિધ વિકાસલક્ષી કામગીરી તથા યોજનાકીય સિદ્ધિઓની પણ તેમણે માહિતી આપી હતી.

રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા આપવામાં આવેલા પ્રાકળતિક કળષિના જીવનમંત્રને જીવનમાં ઉતારી જમીની સ્‍તરે તેને સાકાર કરનારા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને તેમણે શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેમજ અન્‍ય ખેડૂતોને પણ પ્રેરણા મેળવી પ્રાકળતિક કળષિ તરફ વળવા અને પ્રાકળતિક ખેતીને વ્‍યાપક બનાવવા આહ્વાન કર્યું હતું.

જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણીએ મહાત્‍મા ગાંધીજીની જન્‍મભૂમિ પોરબંદરની ધરતી પરથી સત્‍ય, અહિંસા, સ્‍વચ્‍છતા, રાષ્‍ટ્રપ્રેમ અને કર્તવ્‍યનિષ્ઠાના મૂલ્‍યોને જીવનમાં ઉતારી સ્‍વાતંત્ર્ય સેનાનીઓના ત્‍યાગમાંથી પ્રેરણા મેળવી દેશ અને પોરબંદરના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સૌને આહ્વાન કર્યું હતું.

મહેર રાસ મણિયારો, ડાન્‍સ માર્શલ એકેડમી, કસ્‍તુરબા બાલિકા વિદ્યાલય ખાપટ, એકસ્‍ટ્રીમ ફિટનેસ કેર સહિતના ગ્રુપ દ્વારા દેશભક્‍તિની થીમ આધારિત વિવિધ નળત્‍ય પ્રદર્શન સહિતનો સાસ્‍કળતિક કાર્યક્રમ તેમજ જિલ્લા પોલીસ ડોગ ઝાયલો અને રેમ્‍બો દ્વારા ડોગ શો સહિતના દેશભક્‍તિ થીમ આધારિત સાંકળતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્‍યાં હતાં.

આ તકે મામલતદાર ભરત સંચાણીયા, જિલ્લા શિક્ષણ અધિકારી વી કે પરમાર સહિત સંલગ્ન ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનાર મોહિતભાઈ ગોરાણીયા, થેનિલ પાટીલ, ભાવના વેગડા, વર્ષા પરમાર, જીવાભાઇ ચાવડા, જેઠાભાઈ હૂણ, આરતી ભટ્ટ, હીનાબેન કુબાવત, રાજેશભાઈ, મનુભાઈ મોકરીયા, નેન્‍સી પંચાલ, ધવલભાઇ ખૂટી, શાહનવાજ દાઉદભાઈ સહિત જિલ્લા પોલીસના ત્રણે ડોગ હેન્‍ડલરનું મહાનુભાવના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિમાં પ્રથમ ક્રમ મેળવનાર ડાન્‍સ માસ્‍ટર એકેડમી, દ્વિતીય ક્રમ મેળવનાર એક્‍સ્‍ટ્રીમ ફિટનેસ કેર, તળતીય ક્રમ મેળવનાર ચામુંડા ગરબા ક્‍લાસીસ તેમજ સહભાગી થનાર કસ્‍તુરબા બાલિકા વિદ્યાલય, ઉત્‍સાહી ગરબા ક્‍લાસીસના પ્રતિનિધિઓનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે રાજ્‍ય સરકાર તરફથી આપવામાં આવેલ રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રીએ પોરબંદર તાલુકા વિકાસ અધિકારી અને પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદીને અર્પણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વળક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતું.

જિલ્લાકક્ષા સ્‍વાતંત્ર્ય પર્વ ઉજવણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, મનપા મેયર શ્રી સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શીતલબેન ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી બી ચૌધરી, મનપા કમિશનર શ્રી ટી સી તીરથાણી,નિવાસી અધિક કલેક્‍ટર શ્રી આશિષ મિયાત્રા, નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ ચાંદગુડે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી રેખાબા સરવૈયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી હર્ષવર્ધન જાડેજા, નાયબ ચૂંટણી અધિકારી શ્રી મનહર દેસાઈ, નાયબ કલેકટર શ્રી ભાવિન કથીરીયા,પોરબંદર પ્રાંત અધિકારી શ્રી સંદિપ જાદવ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઋતુબેન રાબા, ડીવાયએસપી શ્રી સુરજીત મહેડુ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતાપભાઈ કેશવાલા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો અધિકારીઓ અને બહોળી સંખ્‍યામાં જિલ્લા નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:35 AM IST)