<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

જામનગર એલસીબીના એએસઆઈ નાનજીભાઈ પટેલની રાષ્‍ટ્રપતિ પોલીસ ચંદ્રક માટે પસંદગી

સ્‍વતંત્રતા દિવસ-૨૦૨૬ નિમિત્તે પોલીસ સેવામાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ સન્‍માન : જામનગર પોલીસ પરિવારમાં ગૌરવની લાગણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: સ્‍વતંત્રતા દિવસ-૨૦૨૬ નિમિત્તે પોલીસ સેવામાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ આપવામાં આવતા રાષ્‍ટ્રપતિ પોલીસ ચંદ્રક માટે ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરજ બજાવતા સહાયક પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર (એએસઆઈ) નાનજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તેમના સાથીદારો દ્વારા નાનજીભાઈ પટેલને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

(10:57 AM IST)