તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
સૌરાષ્ટ્રમાં સપ્તાહમાં સારા સાર્વત્રિક વરસાદની સંભાવના નહીવત
બંગાળની ખાડીમાં તો સતત મજબૂત સીસ્ટમ્સો બની રહી છે પણ : ફરી બંગાળની ખાડીમાં ઉદભવેલી સીસ્ટમ્સ આજે ડીપ્રેશન બની વધુ મજબૂત બનશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૭ :.. આઇએમડી અનુસાર હાલ સૌરાષ્ટ્રમાં આશરે ર૩ ટકા વરસાદની ઘટ જોવા મળે છે. બંગાળની ખાડીમાં સતત ક્રમબધ્ધ સીસ્ટમ્સો ઉદ્્ભવી રહી છે. આ પૂર્વ બનેલી સીસ્ટમ્સ બંગાળની ખાડીથી ઉત્તર પヘમિ તરફ આગળ વધી પણ આ મજબૂત સીસ્ટમ્સથી ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદી રાઉન્ડ થશે એવી આશા વાસ્તવિક બની નથી કારણ કે સીસ્ટમ્સ ઉતર તરફ સરકી રહી છે. ડીપ્રેશન કેટેગરીએ મજબૂત બનેલી આ સીસ્ટમ્સ આગળ વધી હાલ સાયકલોનિક સકર્યુલેશન અર્થાત સામાન્ય સ્વરૂપની સીસ્ટમ્સ બની ચૂકી છે. હવે ફરી બંગાળની ખાડીમાં બનેલી સીસ્ટમ્સ આજે વધુ મજબુત બની ને ડીપ્રેશન કેટેગરીની બની, ઉત્તર પヘમિ તરફ ગતિ કરશે. આઇએમડીના ટેનડેઝ ફોર કાસ્ટ મોડેલ મેપ્સમાં આગામી સપ્તાહ દરમ્યાન આ નવી સીસ્ટમ્સથી પણ સૌરાષ્ટ્રમાં સારા અને સાર્વત્રિક વરસાદની કોઇ સંભાવના જણાતી નથી. જેથી હાલ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ને બદલે છૂટા છવાયા ઝાપટાઓ સિવાય કોઇ મોટી આશા રાખી શકાય તેમ નથી. જો કે આ લોંગ ફોર કાસ્ટ (લાંબા સમયગાળાની આગાહી) હોઇ, તેમાં પરીવર્તનો થવાની સંભાવનાઓ રહેલી હોય છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
