<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મહાદેવ દર્શને ભક્‍તોનું ધોડાપુર : જુઓ વિડિયો

વહેલી સવારથી મહાદેવના દર્શને ઉમટયા શ્રદ્ધાળુઓ, ટ્રસ્‍ટની વિશેષ વ્‍યવસ્‍થા સુરક્ષા અને દર્શન વ્‍યવસ્‍થા ચુસ્‍ત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળળઃ તા.૧૭: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું. શ્રાવણના સોમવારને ધ્‍યાનમાં રાખી મંદિર વહેલી સવારે ખોલવામાં આવ્‍યું અને ભક્‍તોને સુગમ દર્શન મળી રહે તે માટે ટ્રસ્‍ટે વધારાની વ્‍યવસ્‍થા ગોઠવી. મંદિર પરિસર ‘હર હર મહાદેવ' અને ‘જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠ્‍યું. શ્રી સોમનાથ ટ્રસ્‍ટે શ્રાવણ દરમિયાન વિશેષ બિલ્‍વપૂજા અને મહામળત્‍યુંજય યજ્ઞ માટે પણ વ્‍યવસ્‍થા જાહેર કરી છે; યજ્ઞનો સમયગાળો ૧૩ ઓગસ્‍ટથી ૧૧ સપ્‍ટેમ્‍બર સુધી રાખવામાં આવ્‍યો છે. મંદિર ટ્રસ્‍ટની સત્તાવાર માહિતી મુજબ સોમનાથ બાર જ્‍યોર્તિલિંગોમાં પ્રથમ ગણાય છે. ભારે ભીડને ધ્‍યાનમાં રાખીને દર્શન પ્રવાહ, સુરક્ષા, સ્‍વચ્‍છતા અને યાત્રિક સુવિધાઓ માટે વધારાનો સ્‍ટાફ તથા વ્‍યવસ્‍થાપન ગોઠવાયું છે. શ્રાવણના દરેક સોમવારે વિશેષ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્‍તો માટે માર્ગદર્શન અને નિયંત્રિત કતાર વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવી રહી છે.

શ્રાવણિયા સોમવારે સોમનાથ દાદાના સૌથી પહેલા દર્શન કરવાની અપેક્ષાએ અને ભક્‍તિનું ભાથું ભરવા માટે હજારોની સંખ્‍યામાં શિવભક્‍તો વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સોમનાથના શરણે ઉમટી પડ્‍યા હતા. વહેલી સવારથી જ સોમનાથ મંદિર પરિસરમાં ભક્‍તોનું ઘોડાપૂર જોવા મળ્‍યું હતું અને સમગ્ર પરિસર ‘‘હર હર મહાદેવ'' તથા ‘‘જય સોમનાથ'' ના નાદથી ગુંજી ઉઠ્‍યું હતું.

આટલી વિશાળ સંખ્‍યામાં ઉમટી પડેલા યાત્રિકોના પ્રવાહને ધ્‍યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા અત્‍યંત સુચારુ અને સફળ વ્‍યવસ્‍થાપન કરવામાં આવ્‍યું હતું. હજારો યાત્રીઓની ભીડ હોવા છતાં, દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ટ્રસ્‍ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્‍યું હતું. યાત્રિકોની સુરક્ષા અને ઝડપી ઙ્કવેશ માટે મોટી સંખ્‍યામાં ફ્રિસ્‍કિંગ કયુ ઊભી કરવામાં આવી હતી. યાત્રિકોના સામાનની સુરક્ષા માટે વિશાળ ક્‍લોકરૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. ભીડને નિયંત્રિત કરવા અને દર્શનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઝીગઝેગ લાઈન વ્‍યવસ્‍થાનું સઘન પાલન કરાવવામાં આવ્‍યું.

ટ્રસ્‍ટની આ આગોતરી અને ઉત્તમ વ્‍યવસ્‍થાઓના પરિણામે હજારો યાત્રીઓની ઉપસ્‍થિતિ છતાં તમામ ભક્‍તોએ અત્‍યંત સુલભતાથી અને શાંતિપૂર્ણ રીતે મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. શ્રી સોમનાથ ટ્રસ્‍ટ પ્રશાસન સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આવનાર તમામ ભાવિક ભક્‍તોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે માટે સતત કાર્યરત છે.

આજે વ્‍હેલીસવારે ૪ વાગ્‍યા થી મંદિર ખુલ્લું મુકવામાં આવેલ તેમજ ટ્રસ્‍ટ દ્વારા ઙ્કાત મહાપુજા સવારે ૬ થી ૭, પ્રાત આરતી સવારે ૭ થી ૭.૧૫, સવાલક્ષ બિલ્‍વાર્ચન સવારે ૭.૩૦ થી ૧૦.૪૫,પાલખીપુજન તથા યાત્રા સવારે ૮.૩૦ કલાકે, મધ્‍યાન મહાપુજન બપોરે ૧૧ થી ૧૨,મધ્‍યાન આરતી ૧૨ થી ૧૨.૧૫ સુધી માં ૫૦,૦૦૦ વઘુ શિવ ભક્‍તો એ શિશ નમાવેલ હતા

(11:58 AM IST)