તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
ચોટીલામાં ૧૧ હોટલો અને ગેસ્ટ હાઉસ સંચાલકો સામે ફરિયાદ
સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા ચેકિંગ ગેરરીતી ઝડપાઈ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૭: સુરેન્દ્રનગર જિલ્લાભરમાં સુરેન્દ્રનગર પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને હોટલ ધાબા અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં હોટલોમાં આવતા તમામ લોકોના સોફ્ટવેરમાં એન્ટ્રી છે કે નહીં તેની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ્ટ હાઉસમાં આવતા તમામ લોકોના આધાર કાર્ડ લેવામાં આવે છે કે કેમ તે અંગે પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અને સીસીટીવી કેમેરા લાગેલા છે તેનું રેર્કોડિંગ કેટલા સમયનું થઈ રહ્યું છે તે અંગેની તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧ જેટલી હોટલો અને ધાબા ઉપર નિયમોના ઉલંકન કરવામાં આવતા હતા અને નિયમો મૂકી અને હોટલો અને ધાબા અને ગેસ્ટ હાઉસ ચલાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે તેમના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં જોલી એન્જોય હોટલ તેના સંચાલક અભિષેક ભાઈ બાડા પૂરે તેમજ નગીન ગેસ્ટ હાઉસ ચોટીલા જેના સંચાલક યશભાઈ યોગેશભાઈ તેમાં પિતળ કળપા ગેસ્ટ હાઉસના સંચાલક સહદેવભાઈ ખટાણા રહે ચોટીલા જય સોમનાથ ગેસ્ટ હાઉસના માલિક હિતેશભાઈ મોરી રહે ચોટીલા નેપ્ચ્યુન હોટલના માલિક આશિષભાઈ રાજુભાઈ ખરાડી રહે. ચોટીલા ઉત્સવ હોટલ જેના માલિક અનિરુદ્ધસિંહ ખાચર રહે ચોટીલા ક્રિસ્ટલ નામની હોટલ તેના સંચાલક ચેતનભાઇ જોશી રહે ચોટીલા ઉદયરાજ ગેસ્ટ હાઉસ સંજયભાઈ ધાંધળ રહે ચોટીલા આનંદ ગેસ્ટ હાઉસ મુન્નાભાઈ ચૌહાણ રહે ચોટીલા આકાશ પેલેસ હોટલ નિકુંજભાઈ મહેતા રહે.ચોટીલા આપના ગેસ્ટ હાઉસના સંચાલક નવેદભાઈ લોલાડીયા રહે.ચોટીલા વાળા સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
